________________
પર્યાપ્તિનો કાળ
૫
ગ્રહણ કરે, તેને મન રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે મન:પર્યાપ્તિ.
પર્યાપ્તિનો કાળ
ઔદારિક શરીરમાં (મનુષ્ય તિર્યંચના સ્વાભાવિક શરીરમાં) ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂતૅ મન:પર્યાપ્તિ પૂર્ણ થાય.
વૈક્રિય તથા આહારક શરીરમાં ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે મનઃપર્યાપ્તિ પૂર્ણ થાય.
જીવોને વિષે પાંચ પ્રકારના શરીર સંસારમાં રહેલા જીવોના શરીર પાંચ પ્રકારના છે.
(૧) ઔદારિક શરીર :- ઔદારિક વર્ગણાના પુદ્ગલોનું બનેલું હોય તે. મનુષ્ય અને તિર્યંચોને હોય છે.
(૨) વૈક્રિય શરીર ઃ- વૈક્રિય વર્ગણાના પુદ્ગલોનું બનેલું હોય તે. દેવતા, નારકી તથા લબ્ધિધારી મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ તથા પર્યાપ્તા બાદર વાયુકાયને હોય છે.