________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧ વિવેચનવાળા પુસ્તકો મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળ તથા બીજા કોઈ કોઈ તરફથી પણ પ્રગટ થયેલ છે. વિસ્તૃત બોધના અર્થીઓએ તે પુસ્તકો જોઈ જવા જરૂરી છે.
પ્રાન્ત આ પુસ્તિકા દ્વારા અનેક પુણ્યાત્માઓ પ્રકરણના પદાર્થોના બોધને પામે અને તે દ્વારા વીતરાગ પરમાત્માના શાસન પ્રત્યેની શ્રદ્ધા તથા જીવનમાં સંયમને મજબૂત બનાવે. એ જ એક માત્ર અભ્યર્થના...
પ્રેસદોષથી તથા છદ્મસ્થપણાના કારણે કંઈ પણ ક્ષતિઓ આ ગ્રંથમાં રહી ગયેલી હોય, જિનવચન વિરૂદ્ધ કાંઈ પણ આવેલ હોય તો તે બદલ ક્ષમા યાચું છું. સાથે સાથે વિદ્વાનોને તે અંગે સૂચન કરવા આગ્રહભરી વિનંતી કરું છું, જેથી પુનઃ નવી આવૃત્તિના પ્રસંગે તેનું સંમાર્જન થઈ શકે.
લિ... અક્ષય તૃતીયા,
પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવ ૨૦૩૪.
શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના દેવકરણ મેન્શન,
પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ લુહાર ચાલ,
શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના પ્રિન્સેસ સ્ટ્રીટ,
વિદ્વાન શિષ્યરત્ન સમતાસાગર સ્વ. મુંબઈ-૪૦૦ ૦૦૨. પંન્યાસજી શ્રીપદ્મવિજયજી ગણિવરશ્રીનો
ચરણોપાસક મુનિ હેમચંદ્રવિજય