________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
૧૫
ત્રણે પૂજ્યો તરફથી યથાયોગ થઈ. અધ્યયનમાં પણ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ શ્રીપદ્મવિજયજી ગણિવર તરફથી સંસ્કૃતની બુકોનું, કાવ્યોનું જ્ઞાન સંપાદન થયું. પૂજ્યપાદ પ્રગુરુદેવશ્રી આચાર્ય ભગવંત શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મ. પાસેથી કર્મગ્રંથની ભૂમિકાની તથા ન્યાયની ભૂમિકાદિની સમજણ મળી. સ્વ. પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ જીવવિચારથી લગાવીને કર્મપ્રકૃતિ સુધીના બધા જ પદાર્થો મૌખિક રીતે ભણાવ્યા. પૂજ્યપાદશ્રી પાસેથી પદાર્થોની વાચના મેળવી, ગ્રંથનું અવલોકન કરી તેની સંક્ષેપ નોંધ કરવી અને પછી એ પદાર્થોની ધારણા કરી રાત્રે પ્રતિક્રમણ પછી પહેલેથી બધા જ પદાર્થોનું પરાવર્તન (ગાથાના આલંબન વિના) કરવાનું. આ રીતે જીવવિચારાદિ પ્રકરણો, ૬ કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિના પદાર્થો બધા જ કંઠસ્થ થયા અને ગાઢ પરિચિત બન્યા.
પ્રકરણના અભ્યાસના રસવાળા પૂજ્ય શ્રમણ-શ્રમણીઓને તથા ગૃહસ્થોને પણ જીવવિચારાદિ બધા પદાર્થોની સંક્ષિપ્ત નોંધ અભ્યાસમાં અત્યંત ઉપયોગી બને તેમ હોવાથી તેને પુસ્તકાકારે આરૂઢ કરવાની ઘણા સમયની અનેક અભ્યાસીઓની માંગણી હતી. પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ પ્રગુરુદેવશ્રી આચાર્ય ભગવંતની સંમતિ અને આશીર્વાદ મેળવી પદાર્થોની આ નોંધને પૂજનીય શ્રીસંઘના ચરણે મુકવા પ્રયત્ન કર્યો છે, અને તેના પ્રથમ ભાગરૂપે જીવવિચાર-નવતત્ત્વના પદાર્થોની નોંધ આ પુસ્તકમાં પ્રગટ થાય છે. બીજા પણ પ્રકરણના પદાર્થોનો સંગ્રહ બને તેટલો જલ્દી પ્રગટ કરવાનો પ્રયત્ન ચાલુ છે. પદાર્થોની નોંધ પૂર્ણ થયા પછી અભ્યાસીઓની અનુકૂળતા માટે છેલ્લે ગાથા તથા શબ્દાર્થ પણ આમાં આપેલ છે. અભ્યાસીઓએ ગુરુગમ દ્વારા આ પદાર્થોને સમજી પછી તેને કંઠસ્થ જ કરવાના છે અને તેનું પુનરાવર્તન પણ વારંવાર કરવાનું છે. આમ થશે તો જ પદાર્થનો બોધ દૃઢ થશે.
વર્તમાનમાં જીવવિચારાદિ પ્રકરણો, કર્મગ્રંથ વગેરેના વિસ્તૃત