________________
બાદર પર્યાપ્ત વાયુકાય : અંગુલનો અસંખ્યાતમો ભાગ વત્સ : ગુરુજી! ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમાં ભાગનું શરીર કઈ રીતે ? ગુરુજી : વત્સ ! પૂર્વભવમાં ગમે તેટલા મોટા શરીરવાળો જીવ, મૃત્યુ પામીને નવા ભવમાં ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થતી વખતે પ્રથમ પોતાનો આત્મા, અત્યંત સંકોચી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો કરી, કોયલામાં પડતાં અગ્નિના તણખાની માફક ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, અને પછી કોયલામાં પડેલો તણખો જેમ ધીમે-ધીમે વધતો જાય છે, તેમ તે જીવ પણ ધીમે-ધીમે પોતાનું શરીર મોટું બનાવતો જાય છે.
ઉત્કૃષ્ટ અવગાહના વાયુકાયઃ અંગુલનો અસંખ્યાતમો ભાગ ગર્ભજ તિર્યંચ : ૯૦૦ યોજન ગર્ભજ મનુષ્ય ; સાધિક ૧ લાખ યોજન દેવ : મૂલ શરીર ૭ હાથ, ઉત્તર વૈક્રિય ૧ લાખ યોજન નારકઃ મૂળ શરીર ૫૦૦ ધનુષ, ઉત્તર વૈક્રિય હજાર ધનુષ
(કોઈ દેવ અને કોઈ મનુષ્ય ઉત્કૃષ્ટ ઉત્તર વૈક્રિય શરીર બનાવે, તો બન્ને મસ્તકના ઉપરના ભાગે તો સમાન જ હોય, પરંતુ દેવ જમીનથી ચાર અંગુલ અદ્ધર હોવાથી દેવ કરતાં મનુષ્યનું ઉત્તર વૈક્રિય શરીર ચાર અંગુલ વધી જાય છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તરના દેવો લબ્ધિ (શક્તિ) હોવા છતાં પ્રયોજનના અભાવે ઉત્તરવૈક્રિય શરીર બનાવતા નથી. દેવોના મૂલ શરીરની અવગાહના પોતાના આયુષ્યને આધારે હોય છે. તેમને જેમ આયુષ્ય વધુ તેમ અવગાહના ઓછી હોય છે.)
આહારક શરીરની અવગાહના જઘન્ય : મૂઠી વાળેલ એક હાથથી થોડીક ઓછી. (આહારક શરીર બનાવવાના પ્રથમ સમયે) ઉત્કૃષ્ટ : મૂઠી વાળેલ એક હાથ જેટલી.
તૈજસ કાર્મણ શરીરની અવગાહના . (આ બન્ને શરીર સર્વ આત્મપ્રદેશમાં વ્યાપ્ત હોવાથી જીવના શરીર જેટલી
દંડક પ્રકરણ-૧૧
અવગાહના હોય છે.) જઘન્ય : અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ : સાધિક લાખ યોજન (મનુષ્ય ઉત્કૃષ્ટ ઉત્તરવૈક્રિય શરીર બનાવે ત્યારે) (કેવલી સમુઘાતના ચોથા સમયે કેવલીના આત્મપ્રદેશો સૂપર્ણ લોકમાં વ્યાપ્ત થતાં હોવાથી તે સમયની અપેક્ષાએ તૈજસ કાર્પણની ઉત્કૃષ્ટ અવગાહના સંપૂર્ણ લોક પ્રમાણ થાય છે.) વત્સ: ગુરુજી ! ઉત્તર વૈક્રિય શરીર અને આહારક શરીર કેટલા સમય સુધી ટકી શકે ? ગુરુજી : વત્સ ! દેવોએ બનાવેલ ઉત્તર વૈક્રિય શરીર (કે દેવોએ વિફર્વેલ કોઈપણ પદાર્થ) વધુમાં વધુ અર્ધમાસ (૧૫ દિવસ) સુધી, નારકોએ બનાવેલ ઉત્તર વૈક્રિય શરીર ચાર મુહૂર્ત સુધી (મતાંતરે અંતર્મુહુર્ત સુધી) ટકી શકે છે. તે પછી તે ઉત્તર વૈક્રિય શરીર સ્વતઃ (પોતાની મેળે) વિલય પામી જાય છે. તે કાળ પૂરો થયા પહેલા જરૂર ન હોય તો બુદ્ધિપૂર્વક સંહરણ થઈ શકે છે. વાયુકાયમાં તો ઉત્તર વૈક્રિયની રચના અને વિલય બન્ને સ્વતઃ જ થતી હોય છે.
આહારક શરીરનો ટકવાનો જઘન્ય કે ઉત્કૃષ્ટ કાગળ અંતર્મુહર્ત પ્રમાણ જ છે. તે પછી તે વિલય પામે છે, અને આત્મપ્રદેશો મૂળ ઔદારિક શરીરમાં આવી જાય છે.
-: સ્વાધ્યાયમુખ્ય પ્રશ્નો : (૧) નીચેના જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના લખો. (કોઈ પણ પૂછી શકાય.) (૨) ઉત્પત્તિના પ્રથમ સમયે શરીર કેવડું હોય? શા માટે ? (૩) દેવ અને મનુષ્યમાં ઉત્કૃષ્ટ ઉત્તર વૈક્રિય શરીર કોને વધુ હોય? શા માટે? (૪) ઉત્તર વૈક્રિય શરીર અને આહારક શરીર કેટલા સમય સુધી ટકી શકે? અંતમુહરં નિરએ, મુહુરન્યરારિ તિરિય-મણુએસ દેવેસુ અદ્ધમાસો, ઉકાસ-વિઉધ્વણા-કાલો | ૧૦ |
નારકોમાં અંતર્મુહૂર્ત, તિર્યંચ અને મનુષ્યોમાં ચાર મુહુર્ત, દેવોમાં અર્ધમાસનો ઉત્કૃષ્ટ વિદુર્વણાનો કાળ છે : અલબત્ત તેટલા સમય બાદ ઉત્તર વૈક્રિય શરીર સ્વતઃ વિલય પામી જાય છે.
દંડક પ્રકરણ-૧૨