________________
પાઠ-૩: અવગાહના
દેવ-નર અહિયલકુખ, તિરિયાણં નવ ય ઓગણસયાઈ દુગુણં તુ નારયાણ, ભણિયં વેઉબ્રિયસરીરે
I ૯ી ગાથાર્થ શરીરો ગર્ભજ તિર્યંચ અને વાયુકાયને વિષે ચાર, મનુષ્યોને વિષે પાંચ અને(સેસ) બાકીના જીવોને વિષે ત્રણ શરીરો હોય છે. સ્થાવર ચતુષ્ક (પૃથ્વી, પાણી, તેઉ, વાયુ) ને (કહઓ) બન્ને પ્રકારે (જઘન્ય અને ઉત્કૃષ્ટથી) અંગુલના અસંખ્યાતમા ભાગનું (તણુ) શરીર (અવગાહના) હોય છે.
સર્વ (જીવો) ની પણ (સાહાવિય) સ્વાભાવિક-મૂળ શરીરની જ ઘન્ય (અવગાહના) અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ઉત્કૃષ્ટ (અવગાહના) ૫૦૦ ધનુષ નરકની અને સાત હાથ દેવની છે.
ગર્ભજ તિર્યંચની હજાર યોજન, વનસ્પતિની હજાર યોજનથી અધિક, મનુષ્ય અને તેઈન્દ્રિયની ત્રણ ગાઉ, બેઈન્દ્રિયની બાર યોજન (ઉત્કૃષ્ટ અવગાહના) છે.
ચઉરિન્દ્રિયના દેહની ઊંચાઈ એક યોજન શ્રુતમાં કહેવાયેલ છે. (પુણ) વળી વૈક્રિય શરીર અંગુલના (સંખંસમ્) સંખ્યાતમા ભાગનું આરંભમાં-શરૂમાં હોય છે.
દેવનું લાખ યોજન, મનુષ્યનું લાખ યોજનથી અધિક, તિર્યંચનું નવસો યોજન અને નારકોનું (દુગુણં) મૂળ શરીરથી ડબલ ઉત્તરવૈક્રિય શરીર કહેવાયું છે.
શરીર જેટલા આકાશ પ્રદેશોમાં અવગાહીને રહે, તેને અવગાહના કહેવાય, પરંતુ અહીં અવગાહના એટલે ઊંચાઈ કે લંબાઈ સમજવી.
ઔદારિક શરીરની અવગાહના
જઘન્ય અવગાહના સઘળા તિર્યંચ-મનુષ્ય : અંગુલનો અસંખ્યાતમો ભાગ
ઉત્કૃષ્ટ અવગાહના પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય : અંગુલનો અસંખ્યાતમો ભાગ વનસ્પતિકાય : સાધિક હજાર યોજના બેઈન્દ્રિય
: ૧૨ યોજન તેઈન્દ્રિય
: ૩ ગાઉ ચઉરિન્દ્રિય
: ૪ ગાઉ (૧ યોજન). સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ : હજાર યોજન ગર્ભજ તિર્યંચ : હજાર યોજના ગર્ભજ મનુષ્ય : ૩ ગાઉ સંમૂર્છાિમ મનુષ્ય : અંગુલનો અસંખ્યાતમો ભાગ
વૈક્રિય શરીરની અવગાહના
જઘન્ય અવગાહના દેવ, નારક : અંગુલનો અસંખ્યાતમો ભાગ (ઉત્પત્તિના પ્રથમ સમયે) ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ, નારક : અંગુલનો સંખ્યાતમ ભાગ (ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે)
દંડક પ્રકરણ-૯
દંડક પ્રકરણ-૧૦