________________
(3) સત્ય-મૃષા મનોયોગ : સત્ય અને અસત્ય વિચારવું. જેમ કોઈ જંગલમાં ઘણા આંબાના વૃક્ષો તથા અન્ય વૃક્ષો પણ હોય, છતાં ‘આ આંબાનું વન છે' એમ વિચારવું. અહીં આંબા ઘણાં છે તે અપેક્ષાએ સત્ય અને બીજા પણ વૃક્ષો છે તે અપેક્ષાએ અસત્ય વિચાર્યું કહેવાય. આને સત્યાસત્ય કે મિશ્ર મનોયોગ પણ કહેવામાં આવે છે. (૪) અસત્ય- અમૃષા મનોયોગ : સત્ય પણ નહીં, અને અસત્ય પણ નહીં, તેવું વિચારવું. જેમ મનથી વિચારવું કે “પધારજો, ઊભો થા' વગેરે તથા પશુ-પક્ષીઓ અસ્પષ્ટ વિચાર કરે છે તે આ ભેદમાં ગણાય. વચનયોગના ચાર ભેદ : (૧) સત્ય વચનયોગ : સત્ય-હિતકર બોલવું. (૨) અસત્ય વચનયોગ : અસત્ય-અહિતકર બોલવું. ક્રોધ વગેરેથી બોલાતી ભાષા કે બીજાનું અહિત કરવા માટે બોલાતી ભાષા દેખીતી સત્ય હોય તો પણ અસત્ય કહેવાય. (૩) સત્યાસત્ય વચનયોગ : જેમાં અપેક્ષાએ સત્ય અને અપેક્ષાએ અસત્ય હોય તેવું બોલવું. જેમ-'આ આંબાનું વન છે'; અટકળે બોલવામાં આવે કે “આજે ૫૦ માણસ જમ્યા', હજુ રાત છતાં બોલવામાં આવે કે 'ઊઠ સવાર પડી' વગેરે. (૪) અસત્ય-અમૃષા વચનયોગ: સત્ય પણ નહીં, અને અસત્ય પણ નહીં, તેવું બોલવું અર્થાત્ ખંડન કે મંડનની બુદ્ધિ વિના જ બોલાતી ભાષા. જેમ - હે ભાઈઓ | દીક્ષામાં પધારજો; જા, આવ, બેસ, મને ખાવાનું આપો, તમે ક્યાં રહો છો ?; જીવદયા પાળવી જોઈએ; તમે બપોરે ભોજન લેશો નહીં; હા, જાઓ, તને ઠીક પડે તેમ કર હાલ, આટલું નહીં, અશ્વત્થામાં હણાયો (સંદેહકારિણી), વગેરે તથા પશુઓ-પક્ષીઓ જે અસ્પષ્ટ બોલે છે, ચીં... ચીં.... કા...કા... મીંયાઉં.... ભાઉં...ભાઉં..., હોંચી-હોંચી.... સિંહની ગર્જના, ઘોડાની હણહણાટી વગેરેનો સમાવેશ આ ભેદમાં થાય છે. બેઈન્દ્રય વગેરે સર્વ અસંજ્ઞી જીવોને આ ચોથો જ વચનયોગ હોય છે.
જગતમાં સત્યવાદી અલ્પ છે, તેનાથી અસત્યવાદી અસંખ્યગુણ છે; તેનાથી સત્યાસત્યવાદી અસંખ્ય ગુણ છે, તેનાથી અસત્ય-અમૃષા બોલનારા અસંખ્ય ગુણ છે, અને તેનાથી ન બોલનારા અનંતગુણ છે. (નિગોદ વગેરે સઘળા એકેન્દ્રિય).
દંડક પ્રકરણ-૪૯
કાયયોગના સાત ભેદ : (૧) ઔદારિક કાયયોગ : ઔદારિક શરીરવાળાની કાયાનો વ્યાપાર. (૨) ઔદારિક મિશ્ર કાયયોગ : ઔદારિક અને કાર્પણ, અથવા ઔદારિક અને વૈક્રિય; અથવા ઔદારિક અને આહારક શરીરવાળી કાયાનો વ્યાપાર, (૩) વૈક્રિય કાયયોગ : વૈક્રિય શરીરવાળી કાયાનો વ્યાપાર. (૪) વૈક્રિય મિશ્ર કાયયોગ : વૈક્રિય અને કાર્મણઅથવા વૈક્રિય અને ઔદારિક શરીરવાળાની કાયાનો વ્યાપાર. (૫) આહારક કાયયોગ : આહારક શરીરવાળાની કાયાનો વ્યાપાર. (૬) આહારક મિશ્ર કાયયોગ : આહારક અને ઔદારિક શરીરવાળાની કાયાનો વ્યાપાર. (૭) કાર્પણ કાયયોગ : માત્ર તૈજસ-કાશ્મણ શરીર રૂ૫ કાયાનો વ્યાપાર. જાણવા જેવું : * જીવ મૃત્યુ પામીને બીજા ભવમાં વક્રગતિએ જાય ત્યારે રસ્તામાં એક સમય, બે સમય કે ત્રણ સમય સુધી કાર્પણ કાયયોગ. * ઉત્પત્તિના પ્રથમ સમયે કાર્પણ કાયયોગ. * ઉત્પત્તિના બીજા સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી (કેટલાક આચાર્યના મતે સ્વયોગ્ય સર્વ પર્યામિ પૂર્ણ ન થાય
ત્યાં સુધી) મનુષ્ય-તિર્યંચને ઔદારિક મિશ્ર (કાશ્મણ + ઔદારિક); અને દેવનારકને વૈક્રિય મિશ્ર (કાશ્મણ + વૈક્રિય) કાયયોગ, તે પછી ઔદારિક કે વૈક્રિય કાયયોગ. * (સિદ્ધાંતના મતે) આહારક શરીર બનાવતી વખતે ઔદારિક મિશ્ર (ઔદારિક + આહારક); અને સંહરણ કરતી વખતે આહારક મિશ્ર (આહારક + ઔદારિક) હોય છે. (કર્મગ્રન્થના મતે બન્ને વખતે આહારક મિશ્ર ગણાય છે.) * ઉત્તર વૈક્રિય કે આહારક શરીર બની ગયા પછી તે વૈક્રિય કે આહારક કાયયોગ ગણાય છે. * કેવલી સમુદ્દઘાતમાં પહેલા, આઠમા સમયે ઔદારિક બીજા, છઠ્ઠા, સાતમા સમયે ઔદારિક મિશ્ર; અને ત્રીજા, ચોથા, પાંચમા સમયે કાર્પણ કાયયોગ હોય છે. * કાર્મણ શરીર સદાકાળ સંસારીઓને હોય છે, વળી ઔદારિક વગેરે શરીરની પ્રધાનતા હોવાથી ઔદારિક મિશ્ર વગેરે કહ્યા, પણ કાર્પણમિશ્ર કહેલ નથી.
દંડક પ્રકરણ-૫૦