________________
પાઠ-૧૩: યોગ
દેવ, તિર્યંચ અને નારકને વિષે ત્રણ-ત્રણ અજ્ઞાન અને જ્ઞાન, સ્થાવરને વિષે બે અજ્ઞાન, વિકલેન્દ્રિયને વિષે બે-બે જ્ઞાન અને અજ્ઞાન, મનુષ્યને વિષે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન.
સત્ય, (અર) અસત્ય, મિશ્ર, અસત્ય-અમૃષા (એ ૪-૪) મન અને વચનના તથા વૈક્રિય, આહારક, ઔદારિક, (એ ત્રણેય) મિશ્ર અને કાર્પણ-એ પ્રમાણે યોગો (સમયે) શાસ્ત્રમાં (દેસિયા) કહેલા છે.
દેવ, નારકોને વિષે ૧૧, તિર્યંચોને વિષે ૧૩, મનુષ્યોને વિષે ૧૫, વિક લેન્દ્રિયને વિષે ચાર, (વાએ) વાયુકાયને વિષે (પણ) પાંચ, (બાકીના) સ્થાવરને વિષે (તિગં) ત્રણ (જોગ) યોગ હોય છે.
ત્રણ અજ્ઞાન, જ્ઞાન પાંચ, ચાર દર્શન-એ બાર જીવના લક્ષણરૂપ ઉપયોગો છે. આ બાર ઉપયોગો (તેલુક્કદં સીડિં) ત્રણે લોકના (પદાર્થોને) દેખનારા (તીર્થકરો) વડે કહેવાયા છે.
ઉપયોગો મનુષ્યોને વિષે ૧૨, નારક, તિર્યંચ, દેવને વિષે ૯, બે વિકસેન્દ્રિયોને (બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને) પાંચ, ચઉરિન્દ્રિયને વિષે છે અને સ્થાવરને વિષે ત્રણ હોય છે.
યોગ એટલે આત્મામાં થતું સ્કૂરણ, વ્યાપાર, હલન-ચલન. તેના ત્રણ ભેદ છે : (૧) મનોયોગ : જે સ્કૂરણ કે વ્યાપાર મનોવર્ગણાના બનેલા મનની મદદથી પ્રવર્તે છે, તે મનોયોગ કહેવાય. અર્થાત્ મનથી કંઈ પણ વિચારવું તે મનોયોગ કહેવાય. (૨) વચનયોગ : જે સ્કૂરણ કે વ્યાપાર ભાષાવર્ગણાના બનેલા વચનની મદદથી પ્રવર્તે છે, તે વચનયોગ કહેવાય. અર્થાત્ વાણીથી કંઈ પણ બોલવું તે વચનયોગ કહેવાય. (૩) કાય યોગ : જે સ્કૂરણ કે વ્યાપાર ઔદારિક વર્ગણા વગેરેના બનેલા શરીરની મદદથી પ્રવર્તે છે, તે કાયયોગ કહેવાય. અર્થાત્ શરીરસંબંધી કોઈપણ ચેષ્ટા તે કાયયોગ કહેવાય. જેમ કે ખાવું, દોડવું, બેસવું, સુવું, લોહીનું ભ્રમણ, હદયના ધબકારા, આંખ મટમટાવવી વગેરે નાની-મોટી તમામ શરીરની ક્રિયાઓ. ટુંકમાં - મનનો વ્યાપાર તે મનોયોગ.
વચનનો વ્યાપાર તે વચનયોગ.
કાયાને વ્યાપાર તે કાયર્યાગ. એકેન્દ્રિય જીવોને માત્ર કાયયોગ જ હોય છે, ગર્ભજ મનુષ્ય, ગર્ભજ તિર્યંચ, દેવ, નારકને ત્રણે યોગ હોય છે, અને બાકીના સઘળા જીવોને વચનયોગ તથા કાયયોગ હોય છે.
મનોયોગના ચાર વચનયોગના ચાર; અને કાયયોગના સાત પેટા ભેદ પાડવામાં આવ્યા છે, તેથી કુલ પંદર ભેદ થાય છે. મનોયોગના ચાર ભેદ : (૧) સત્ય મનોયોગ : સત્ય-હિતકર વિચારવું. (૨) અસત્ય મનોયોગ : અસત્ય-અહિતકર વિચારવું.
દંડક પ્રકરણ-૪૭
દંડક પ્રકરણ-૪૮