________________
८४
ભાષ્યત્રયમ્ ૬. ત્રિદિશિ નિરીક્ષણત્યાગત્રિક, અને ૭. પદભૂમિપ્રમાર્જ નાત્રિક उड्ढाऽहो-तिरिआणंति-दिसाण निरिक्खणं चइज्जहवा। પછ-સાહિ-વામાં નિપ-મુદ-સ્થિ-િિટ્ટા રૂા.
(૩મન્વય:- નળ-મુહ-સ્થ-વિઢિ-બુમો ૩દ્યા-ડોતિરિક્ષામાં મદવા પછदाहिण-वामाणं ति-दिसाण निरिक्खणं चइज्ज ॥१३॥
શબ્દાર્થ : ઉડૂઢાડહો-તિરિયાણં=ઊંચ-નીચે અને બાજુના, તિદિસાણંત્રએ ત્રણ દિશાઓમાં. નિરખણં=જોવું, જોવાનો. ચઇજ્જ ત્યાગ કરવો. અહવા=અથવા. પચ્છિમ-દાહણ-વામાણ=પાછળ, જમણી અને ડાબી તરફની. જિણ-મુહ-ન્નત્થ-દિઠિજુઓ જિનેશ્વર પ્રભુના મુખ પર સ્થાપિત નજરવાળો. ૧૩.
ગાથાર્થ :જિનેશ્વર ભગવંતના મુખ ઉપર દૃષ્ટિ સ્થાપીને ઉપર નીચે અને આજુબાજુક અથવાપાછળઃ જમણી અને ડાબીઃ (એ) ત્રણ દિશાઓ તરફ જોવાનો ત્યાગ કરવો. ll૧૩
વિશેષાર્થ : જિનેન્દ્ર પ્રભુની પ્રતિમાજીની સન્મુખ ચૈત્યવદન કરતી વખતે પોતાની દૃષ્ટિ સ્થિર કરવી, પરંતુ તે સિવાય બીજી તરફ એટલે ઉપર, નીચે કે બાજુની દિશાએ, અથવા પોતાની ડાબી જમણી કે પાછળની દિશામાં પણ જોવું નહિ. ચક્ષુ પણ મનની પેઠે સ્વભાવે જ ચપળ હોવાથી સ્થિર રહિ શકે નહિ, તો પણ બનતા પ્રયત્ન આડુંઅવળું ન જોતાં પ્રભુ સામે જ દૃષ્ટિ રાખવી. જેથી ચૈત્યવન્દનના ઉપયોગમાં મનની એકાગ્રતા કાયમ ટકી રહે.
જે સ્થાને ચૈત્યવંદન કરવાનું હોય, તે સ્થાને કોઈ ત્રસાદિ જંતુ ન હણાય, માટે પ્રથમ તે ભૂમિને વસ્ત્રથી પ્રમાજીને સ્વચ્છ જંતુરહિત કર્યા પછી ચૈત્યવંદન કરવા બેસવું. પૌષધવ્રત રહિત શ્રાવકે પોતાના ઉત્તરાસંગ-પૂજા કરતી વખતે રાખવા યોગ્ય ખેસના છેડાથી ત્રણવાર ભૂમિ પ્રમાર્જવી, પૌષધધારી શ્રાવકે ચરવલાથી પ્રમાર્જવી અને શ્રી મુનિ મહારાજાઓએ ઓઘાથી પ્રાર્થના કરવી. શ્રી જિનેન્દ્રમાર્ગાનુસારી સર્વ ધર્મક્રિયાઓ યતના-જીવની જયણા પૂર્વક જ હોય છે. જેમાં જયણા નહિ, તે ધર્મક્રિયા પણ નહિ.
પ્રમાર્જનાત્રિક દશત્રિકમાં ગણાવેલ છે. એટલે, તે ક્રમથી અહીં સમજી લેવું, તેમાં ખાસ વિશેષતા કહેવાની ન હોવાથી ખાસ ગાથા આપવામાં આવી નથી. ૧૩.