________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૪૫
એટલા માટે જ, ઉપવાસઃ આયંબિલઃ અને નીવિઃ વગેરેમાં શ્રાવકો પણ પ્રાસુક જળ જ પીએ છે, અને તિવિહારનું પચ્ચક્ખાણ કરે છે. II૧૧॥
નવકારસી અને મુનિમહારાજનાં રાત્રિનાં પણ પચ્ચક્ખાણો ચવિહારમાં જ હોય, બાકીનાં પચ્ચક્ખાણો તિવિહાર અથવા ચવિહારવાળાં હોય, અને રાત્રિનાં પચ્ચક્ખાણોઃ પોરિસી વગેરેઃ પુરિમદ્ભ વગેરેઃ અને એકાશન વગેરે પચ્ચક્ખાણોઃ શ્રાવકોને દુવિહાર, તિવિહાર અથવા ચઉવિહાર હોય ||૧૨॥
૩. ચાર પ્રકારનો આહાર
એકલો પદાર્થ ક્ષુધા શમાવવામાં સમર્થ હોયઃ અથવા આહાર સાથે ભળેલો હોય; અથવા સ્વાદ આપતો હોયઃ અથવા કાદવ સરખો હોવા છતાં પણ ભૂખ્યો થયેલો માણસ પેટમાં જે ઉતારી જાયઃ તે આહાર ગણાય ॥૧૩॥
અશનમાં-મગઃ ઓદનઃ સાથવોઃ માંડાઃ દૂધઃ ખાજાં, વગેરે. ખાદ્યઃ રાબઃ અને કંદઃ વગેરે. અને પાનમાં-કાંજીનુંઃ જવનું:- કેરાનુંઃ કાકડી:નું પાણી, તથા મદિરાઃ વગેરેનું પાણી છે. ।।૧૪।।
ખાદિમમાં-ભુંજેલાં ધાન્યઃ અને ફળઃ વગેરે, સ્વાદિમમાં-સુંઠઃ જીરું: અજમોઃ વગેરે, તથા મધઃ ગોળઃ પાનઃ સોપારીઃ વગેરે, અને અણાહારીમાં મૂત્રઃ અને લીંબડોઃ વગેરે છે. ॥૧૫॥
૪. બાવીશ આગાર
નવકારસીમાં બે, પોરિસીમાં છ, પુરિમઢમાં સાત, એકાશનમાં આઠ, એકલઠાણમાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ, અને પાણસમાં છ આગાર છે. ।૧૬।