________________
ગુરુવંદન ભાષ્ય
૩૩
૩. અવંદનીય-૫
બેઃ બે: ત્રણ: બે: અને અનેકઃપ્રકારના પાર્શ્વસ્થઃ અવસન્નઃ કુશીલઃ સંસક્તઃ અને યથાછંદઃ સાધુ શ્રી જૈનદર્શનમાં વંદન ક૨વા યોગ્ય નથી. ૧૨॥
૪. વંદન કરવા યોગ્ય-પ
આચાર્યઃ ઉપાધ્યાયઃ પ્રવર્તકઃ સ્થવિરઃ તેમજ રાત્નિકઃ એ પાંચને વંદન કરવાથી થતી નિર્જરાનો લાભ મેળવવા વંદન કરવું જ જોઇએ. ।।૧૩।।
૫. અવંદનીય-૪
માતાઃ પિતાઃ મોટાભાઇઃ તેમજ ઓછા દીક્ષા પર્યાયવાળા છતાં સર્વ રત્નાધિકઃ પાસે વંદન કરાવવું નહીં. અને, બાકીના સાધુ આદિ (ચતુર્વિધ સંઘ પરસ્પર) વંદના કરે. ॥૧૪॥
૬. વંદન કરવાના અનવસર-૫
વ્યાકુળ ચિત્તવાળાઃ મ્હોં ફેરવીને બેઠા હોયઃ પ્રમાદમાં હોયઃ આહાર-નિહાર કરતા હોયઃ અથવા કરવાની તૈયારીમાં હોયઃ તો કદી પણ વાંદવા નહિ. ||૧૫॥
૭૮ વંદન કરવાના અવસર-૪
સ્વસ્થઃ આસનપર બરાબર બેઠેલાઃ શાન્તઃ બરોબર અભિમુખઃ એવા ગુરુને, અનુજ્ઞા મળેલા ડાહ્યા શિષ્યે વંદન કરવું. ॥૧૬॥
૯. વંદન કરવાનાં નિમિત્તો-૮
પ્રતિક્રમણઃ સ્વાધ્યાયઃ કાઉસ્સગ્ગ માટેઃ અપરાધ ખમાવવાઃ પ્રાહુણા (તરીકે કોઇ નવા મુનિ આવે તે): આલોચનાઃ પ્રત્યાખ્યાનઃ અને સંલેખનાદિક મહાન કાર્ય : એ (આઠ નિમિત્તે) દ્વાદશાવર્ત વંદન કરવું. ॥૧૭॥
૩