________________
ચૈત્યવંદન ભાષ્ય
- ૨૧ કાઉસ્સગ્નનું પ્રમાણ : ઇરિયાવહિયંના કાઉસ્સગ્નનું પ્રમાણ-પચ્ચીસ શ્વાસોચ્છવાસઃ અને બાકીના કાઉસ્સગ્ગોમાં આઠ: શ્વાસોચ્છવાસનું પ્રમાણ.
૨૨. સ્તવનના ગુણો : સ્તવન-ગંભીર આશયવાળું: મધુર શબ્દોવાળું : અને વિશાળ ભાવાર્થવાળું હોવું જોઈએ. પટા
૨૩. સાત ચૈત્યવંદનો : પ્રતિક્રમણ વખતે દેહરાસરમાં ગોચરી વખતે છેલ્લા પ્રહરમાં પ્રતિક્રમણમાં સૂવાના સમયેઃ ને જાગવાના સમયેઃ એ પ્રમાણે મુનિમહારાજને એક દિવસ-રાતમાં સાત વેળા ચૈત્યવંદન કરવાનું હોય છે. પહેલા
શ્રાવકને ચૈત્યવંદન કયારે કરવાં પ્રતિક્રમણ કરતા ગૃહસ્થને પણ સાત વખત, બીજાને પાંચ વખત, અને જઘન્યથી ત્રણ સંધ્યાકાળની ત્રણ પૂજાઓમાં ત્રણ વેળા હોય જ. I૬૦ના
૨૪. દશ આશાતનાઃ શ્રી જિનેશ્વરના દેહરાસરની જગતમાં પાનસોપારી ખાવાં, પાણી પીવું, ભોજન કરવું, પગરખાં પહેરી રાખવાં, સ્ત્રીસંગ કરવો, સૂઈ જવું, થુંકવું, પેસાબ કરવો, ઝાડે ફરવું, જુગાર રમવો-એ ન કરવાં. ૬૧il.
દેવવંદન વિધિ :ઇરિયાવહિય, નમસ્કાર, નમુત્થણ, અરિહંત, થોય, લોગસ્સ, સવલોએ, થોય, પુખરવરદી, થોય, સિદ્ધાણં, વેયાવચ્ચ, થોય, નમુત્થણ, જાવંતિ. (બે.) સ્તવન, અને જયવીઅરાય ll૬રા
ઉપસંહારઃ એ પ્રમાણે જે કોઇસર્વ ઉપાધિવડે વિશુદ્ધ થઈને દરરોજ શ્રી જિનેશ્વરદેવોને વંદન કરે, તે દેવના ઈન્દ્રો વડે અથવા શ્રીદેવેન્દ્રસૂરિ વડે સ્તુતિ કરાયેલા મોક્ષપદને જલ્દી પ્રાપ્ત કરે છે. //૬૩.