________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૪૯
दुद्ध दही चउरंगुल, दवगुल घय तिल्ल एग भत्तुवरिं । पिंडगुडमक्खणाणं, अद्दामलयं च संसट्टं ॥ ३६॥ શબ્દાર્થ :
વઘુ =દ્રવ ગોળ, ઢીલો ગોળ
Q=એક અંગુલ
મત્ત =ભોજન ઉપર
અદ્દામનયં=આર્દ્રામલક, પીલુનો વા શીણનો મહોર
inğ=સંસૃષ્ટ, મિશ્ર
ભાવાર્થ :- ભોજન ઉપર દૂધ અને દહીં ચાર અંશુલ (ચઢેલાં હોય) ત્યાં સુધી સંસૃષ્ટ, અને નરમ ગોળ, નરમ ઘી અને તેલ ૧ અંગુલ ચઢે ત્યાં સુધી સંસૃષ્ટ, અને કઠિન ગોળ તથા માખણ તે પીલુ અથવા શીણવૃક્ષના મહોર જેવડા કણખંડ વાળા હોય ત્યાં સુધી સંસૃષ્ટ (હોય તો નીવીમાં કલ્પ, ઉપ૨ાંત અધિક સંસૃષ્ટ હોય તો ન કલ્પે.)
માવાર્થ :- ગૃહસ્થે પોતાને માટે ભાત વગેરેને દૂધ અથવા દહીં વડે સંસૃષ્ટમિશ્ર કર્યો હોય એટલે ભાતમાં દૂધ અથવા દહીં એવી રીતે ડૂબાડૂબ (=તરબોળ) રેડયું હોય, કે તે મિશ્ર કરેલા ભાતમાં દૂધ અથવા દહીં ભાતને ડુબાવીને ૪ અંગુલ ઊંચું ચઢયું હોય તો તે દૂધ વા દહીં સંતૃષ્ટ દ્રવ્ય કહેવાય, અને તે મુનિને નીવિ તથા વિગઈના પચ્ચમાં કલ્પે છે, પરંતુ તેથી કિંચિત્ પણ અધિક ચઢયું હોય તો તે વિગઈમાં ગણાય જેથી નીવિ અને વિગઈના પચ્ચમાં કલ્પે નહિ. એ પ્રમાણે દ્રવ ગોળ (ઢીલો ગોળ), ઘી અને તેલ, ભાત વગેરે ઉપર ૧ અંગુલ ઊંચું ચઢયું હોય તો એ ત્રણ સંસ્કૃષ્ટ દ્રવ્ય નીવિયાતામાં ગણાય.
તથા કઠિન ગોળને ચુરમા વગેરેમાં સંસૃષ્ટ-મિશ્ર કર્યો હોય, તેમજ કઠિન માખણને ભાત વગેરેમાં મિશ્ર કર્યું હોય અને તે સર્વથા-સંપૂર્ણ એકરસ ન થયા હોય, પરંતુ તે ગોળ અને માખણના (આર્દ્રામલક જેવડા=) પીલુ અથવા શીણ વૃક્ષના મહોર જેવડા ઝીણા કણિયા ચુરમા તથા ભાત વગેરેમાં થોડા ઘણા રહી ગયા હોય તો પણ તે ગોળ તથા માખણ સંસ્કૃષ્ટ દ્રવ્ય કહેવાય અને નીવિયાતામાં ગણાય, પરંતુ એથી મોટો એક પણ કણ રહ્યો હોય તો તે બન્ને દ્રવ્ય વિગઈમાં ગણાવાથી નીવિના અને વિગઇના પચ્ચ૦માં કલ્પે નહિ.
૧ અહીં શ્રી જ્ઞાનવિ૦ સૂરિષ્કૃત બાળાવબોધમાં મન્દ્વાળું પદનો મસળેલો (ગોળ) એવો અર્થ કર્યો છે, પરંતુ એ જ પાઠની અવસૂરિમાં તો પિડશુશ્રક્ષળયો: એ દ્વિવચન પ્રયોગ હોવાથી પિંડગોળ અને માખણ એવો અર્થ સંભવે છે.