________________
પચ્ચખાણ ભાષ્ય
૨૪૭ તથા ગોળ અને ધાણી એ બેનું મિશ્રણ તે ગોળધાણી નીવિયાતું ગણાય છે, એમાં કાચા ગોળ સાથે ધાણી (જે જુવાર વગેરેને શેકીને બનાવાય છે તે જાણી) મેળવી હોય તો તે નીવિયાતું નહિ, પરંતુ ગોળનો પાયો કરીને પાણી મેળવી હોય તો તેવી ગોળધાણી નીવિયાતું ગણાય. વિશેષતઃ એ ગોળધાણીના મોદક-લાડુ બનાવવામાં આવે છે. (એટલે લાડુના આકારે વાળવામાં આવે છે.)
તથા પફવાન્ન તળી કાઢ્યા બાદ વધેલું ઘી પણ કાઢી લઈને તવીમાં જે ચીકાશ વળગી રહી હોય, તે ચીકાશ ટાળવા માટે તેમાં ઘઉંનો ભરડો (કજાડો કાંકરીયાળો લોટ) શેકી ગોળનું પાણી રેડી જે છૂટો દાણાદાર શીરો અથવા કંસાર જેવું બનાવાય તે નતતાપસી ચોથું નીવિયાતું ગણાય. એ જલલાપસીના ઉપલક્ષણથી ચાલુ પદ્ધતિ પ્રમાણે કોરી કઢાઈઓમાં બનાવાતા શીરા અને કંસાર પણ નીવિયાતા તરીકે જાણવા, પરંતુ એ સર્વને ચૂલા ઉપરથી નીચે ઉતાર્યા પછી તેમાં ઘીનો એક છાંટો નાખવામાં આવે તો તે નીવિયાતામાં ગણાય નહિ. કદાચ ઘી ઓછું જાણી ચૂલા ઉપર જ રહેલી તપતી તવીમાં ઘી ઉમેરી ઉકાળવામાં આવે તો તે નીવિયાતામાં ગણી શકાય.
તથા તવીમાંનું બળેલું ઘી કાઢી લીધા બાદ ખરડેલી તવીમાં ગળ્યા પૂડા અથવા ખાટા પૂડા ઘી અથવા તેલનું પોતું દઈને કરવામાં આવે તો તે પોતd પૂરતો પાંચમું નીવિયાતું ગણાય, અથવા કોરી તવીમાં પણ ચાલુ રીતિ પ્રમાણે બનાવાતા ગળ્યા અથવા ખાટા પૂડા પણ પાંચમાં નીવિયાતામાં ગણી શકાય, પરંતુ ચૂલા ઉપરથી તવી નીચે ઉતાર્યા બાદ તેમાં ઘી અથવા તેલનો એક છાંટો પણ ઉમેરવો નહિ. એ રીતે “પાંચ નીવિયાતાં પફવાન્ન વિગઈનાં છે.
*પ્રશ્ન-કડાહ વિગઈનાં (પકવાન્નના) છેલ્લા ત્રણ નીવિયાતામાં તળવાની ક્રિયા થતી નથી, તો તે ત્રણને કડાહ વિગઈનાં નીવિયાતાં કેમ ગણવાં? અર્થાત્ “પકવાન્ન એટલે તળેલી ચીજ” એ અર્થ એ ત્રણે નીવિયાતામાં કેમ ઘટતો નથી?
ઉત્તર :- અહીં પવીત્ર એટલે “ઘી અથવા તેલ વગેરે સ્નેહ દ્રવ્યોમાં પફવ થયેલી એટલે તળાયેલી અથવા શેકાયેલી વસ્તુ” એ અર્થ ઘટિત છે, અને ડીદ એટલે (કેવળ કઢાઈ જ નહિ પરન્ત) કઢાઈ, તવી, લોઢી, તપેલી ઈત્યાદિ ભાજન જાણવાં. માટે ઘી અથવા તેલમાં તળાયેલી અથવા શેકાયેલી વસ્તુઓ તે વિવાવિડુિં અને તે જ વસ્તુઓ કઢાઈ કે તવીમાં તેમ જ તપેલી વગેરેમાં તળાય વા શેકાય છે, માટે તેનું બીજું નામ ડાહ વિરુ છે. અથવા ઘી અને