________________
૨૪૬
પૂરિય=પૂરાયેલી તવ=તવી, કઢાઈ પૂ=પૂડલાથી, પૂરીથી ત્રીસપૂત્ર=બીજો પૂડલો-પૂરી તન્ને=તસ્નેહ, તેજ ઘી (માં) અથવા તે તેલ (માં તળેલો)
શબ્દાર્થ :
તુરિય=ચોથો
યાળ=ધાણ
ભાષ્યત્રયમ્
ગુનહાળી=ગુડધાણી
નતનસિ=જળ લાપસી
પંચમો=પાંચમું નીવિયાતું પુત્તિવ=પોતકૃત (તળેલો નહિં પણ પોતું દઈ ને સીજવેલો)
ગાથાર્થ :- તવી પૂરાય તેવા પહેલા પૂડલાથી બીજો પૂડલો, તથા તે જ તેલાદિકમાં તળેલો ચોથો આદિ ઘાણ, ગોળધાણી, જળલાપસી, (એ ચાર નીવિયાતાં) અને પોતું દીધેલો પૂડલો પાંચમું નીવિયાતું છે ॥૩૫॥
ભાવાર્થ :- કઢાઈ અથવા તવીમાં તળીને થઈ શકે તેવા ભોજનને અહીં પાક્ષ તરીકે ગણવું, પરંતુ લોકપ્રસિદ્ધ જે ખાજાં, સૂત્રફેણી, ઘેબર ઇત્યાદિ પાંચ પાત્ર ગણાય છે; તેટલાં જ પાન્ન એમ નહિ, જેથી અહીં ભજિયાં, પૂરી, તળેલા પાપડ, પાપડી ઇત્યાદિ ચીજો પણ પક્વાન્ન ગણવી, તેમ જ એ સર્વ ચીજો કટાહ (=કઢાઈ)માં ઘી વગેરે વિગઇની અંદર તળીને બનાવાતી હોવાથી વદ વિરૂ કહેવાય, અને તે પૂર્વે કહ્યા પ્રમાણે ઘીમાં તળેલી અને તેલમાં તળેલી એમ બે પ્રકારની છે, તે બે પ્રકારની કટાહ વિગઇ એટલે પાન્ન વિગઈ જે વિગઈ સ્વરૂપ છે તે અવિગઈ સ્વરૂપ (નીવિયાતાં રૂપ) કેવી રીતે થાય ? તેના પાંચ ભેદ અહીં દર્શાવાય છે, અર્થાત્ પક્વાન્ન વિગઈનાં પાંચ નીવિયાતાં કહેવાય છે તે આ પ્રમાણે
તવી (=કઢાઇ)માં સંપૂર્ણ સમાય એવો એક જ મોટો પૂડલો પહેલો તળીને ત્યારબાદ બીજો, ત્રીજો આદિ પૂડલો અથવા પૂરીઓ વગેરે તળે તો તે પહેલો પૂડલો વિગઈ અને બીજો, ત્રીજો આદિ સર્વે પૂડલા તેમ જ પૂરીઓ વગેરે અવિગઈ=નીવિયાતાં ગણાય, તે અહીં “બીઅ પૂઅ” એટલે દ્વિતીયાપૂર નીવિયાતું કહેવાય (એમાં વચ્ચે બીજું ઘી ઉમેર્યુ ન હોય તો, અને બીજું ઘી ઉમેર્યું હોય તો પુનઃ પહેલો મોટો પૂડલો તળવો જોઈએ).
તથા જે ઘી પ્રથમ પૂરેલું છે તે જ ઘીમાં (વચ્ચે બીજું ઘી ઉમેર્યા વિના) નાની પૂરીઓના ૩ ઘાણ તળી લીધા બાદ ચોથો, પાંચમો ઇત્યાદિ જેટલા ઘાણ તળાય તેટલા સર્વ ઘાણની પૂરીઓ નીવિયાતી ગણાય, અને તે પહેલા ૩ ઘાણની પૂરીઓ તે વિગઇ ગણાય માટે એ ચોથા વગેરે સર્વ ઘાણની પુરીઓ તે તસ્નેહ વતુર્થાંતિયાળ નામનું બીજું નીવિયાતું ગણાય.