________________
૨૪૪
ભાષ્યત્રયમ્
તથા જે દહીંમાં ભાત મેળવ્યો હોય તે ભાતવાળું દહીં રબ્ધ, દહીંનું પાણી કાઢી નાખવાથી રહેલા માવામાં અથવા પાણીવાળા દહીંમાં પણ ખાંડ નાખી વસ્ત્રથી છાયું (ઘસીને ગાળ્યું) હોય તે શિવરી-શિખંડ, લુણ (મીઠું) નાખીને મથન કરેલું (હાથથી અડવાળેલું) દહીં તે "સતવા ઉધ, વસથી ગાળેલું દહીં તે પોત અને તે ઘોલમાં વડાં નાખ્યાં હોય તે પોતવડાં, અથવા ઘોલ નાખીને બનાવેલાં વડાં તે પણ ઘોલવડાં કહેવાય, (એ પ્રમાણે દહીંનાં પાંચ નીવિયાતાં (કદહીંની પાંચ અવિગઈ) તે નીવિના પચ્ચ૦માં કલ્પ છે.) ૩૩.
માવાઈ - ગાથાર્થને અનુસાર સુગમ છે. વિશેષ એ જ કે એ ઘી તથા દહીનાં નીવિયાતાં પણ પ્રાયઃ યોગ વહન કરતા મુનિ મહારાજને તથા શ્રાવકને ઉપધાન સંબંધી નીવિના પચ્ચ૦માં કલ્પ, પરંતુ બીજી નીવમાં ન કલ્પે.
અવતર:- આ ગાથામાં તેલનાં પાંચ અને ગોળનાં પાંચ નીવિયાતાં કહેવાય છેतिलकुट्टी निब्भंजण पकतिल, पक्कुसहितरिय तिल्लमली। सक्कर गुलवाणय पाय, खंड अद्धकढि इक्खुरसो ॥३४॥
શબ્દાર્થ:- ગાથાર્થ પ્રમાણે સુગમ છે. થાઈ:- તિલકુટ્ટી, નિર્ભજન, પકવતેલ, પકવૌષધિતરિત અને તેલની મલી એ તેલનાં પાંચ નીવિયાત છે. તથા સાકર, ગુલવાણી, પાકો ગોળ, ખાંડ અને અર્ધ ઉકાળેલો ઇકુ (શેલડીનો) રસ, એ ગોળનાં પાંચ નીવિયાતાં છે ૩૪
થાઈ - અહીં તિલકુટ્ટી સિવાયનાં ૪ નીવિયાતાં જે તેલનાં કહ્યાં છે અને વિસ્પંદન સિવાયનાં ૪ નીવિયાતા ઘીનાં તે બે બે સરખા નામવાળાં અને સરખા અર્થવાળાં છે, તો પણ અહી તેલનાં પાંચે નીવિયાતોના અર્થ કહેવાય છે તે આ પ્રમાણે
તલ તથા ગોળ (કઠિન ગોળ) એ બેને ભેગા કરી ખાંડણીમાં ખાંડી એકરસ
૧ શાસ્ત્રમાં એને રાઈનgટ કહે છે, માટે લોકભાષામાં જે દહીંનું રાઈતું અથવા દહીંનો મઠો કહેવાય છે તે એ જ હોય એમ સંભવે છે અને તેમાં સાંગરી વગેરે ન નાખ્યું હોય તો પણ નીવિયાનું કહ્યું છે.