________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૨૫
સવ્વસમાહિવત્તિયાગારેણું એ ૯ આગાર વિડ્ અને નીવિના પચ્ચ૦માં છે. અને 'પડુચ્ચમક્ખિએણે વિના ૮ આગાર સવિલમાં આવે છે. ૨૦
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે-અહીં નીવિ તથા વિગઇમાં ૯ આગાર કહ્યા છે, તો પણ પૂર્વે ૧૭ મી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે નીવિમાં ૯ તથા ૮ આગાર પણ હોય. ત્યાં પિંડવિગઈ અને દ્રવવિગઈ એ બન્ને સંબંધી નીવિમાં ૯ આગાર અને કેવળ દ્રવિગઇ સંબંધી નીવિમાં ઉક્ખિત્તવિ∞ વર્જીને શેષ ૮ આગાર જાણવા.
તથા જેમ નીવિમાં ૯ અને ૮ આગાર કહ્યા છે, તેમ છૂટી વિગઇના પચ્ચમાં પણ કેવળ પિંડવિગઈનું પચ્ચ૦ કરે તો ૯ આગાર અને કેવળ દ્રવવિગઈના પચ્ચ૦માં ઉક્બિત્ત વિ∞ વર્જીને શેષ ૮ આગાર જાણવા.
અવતરણ :- આ ગાથામાં ઉપવાસ, પાણી, ચરિમ અને સંકેતાદિ અભિગ્રહ એ ચાર પચ્ચક્ખાણોના આગાર કહે છેअन्न सह पारि मह सव्व, पंचखम (व) णे छ पाणिलेवाई । चउ चरिमंगुट्ठाई -भिग्गहि अन्न सह मह सव्व ॥२१॥ શબ્દાર્થ :- ગાથાર્થ અનુસારે સુગમ છે.
ગાથાર્થ :- ક્ષપણમાં (=ઉપવાસમાં) અશત્થણાભોગેણં-સહસા-ગારેણંપારિાવણિયાગારેણું-મહત્તરાગારેણં અને સવ્વસમાહિવત્તિયાગારેણું એ પાંચ આગાર છે. પાણીના પચ્ચક્ખાણમાં લેવેણ વા આદિ ૬ આગાર (લેવેણ વા-અલેવેણ વાઅચ્છેણ વા-બહલેવેણ વા-સસિન્થેણ વા અસિત્થેણવા એ ૬ આગાર) છે. તથા રિમ પચ્ચ૦માં અને અંગુઠ્ઠસહિયં આદિ અભિગ્રહના (સંકેત વગેરે) પચ્ચક્ખાણોમાં અન્નત્થણાભોગેણં-સહસાગારેણં-મહત્તરાગારેણં અને સવ્વસમાહિ-વત્તિયાગારેણું એ ૪ આગાર છે. ।।૨૧।।
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે. પરંતુ વિશેષ એ છે કે-ચરિમ પચ્યમાં દિવસચરિમ અને ભવચરમ એ બન્ને પચ્ચક્ખાણ ૪-૪ આગારવાળાં છે, તો પણ ભવચિરમ પચ્ચક્ખાણ જો કોઇ સમર્થ મહાત્મા મહત્તરા૦ અને સવ્વસમાહિ એ બે આગારનું મારે ભાવિમાં પ્રયોજન નથી એમ જાણીને નિરાગાર (આગાર રહિત) કરે તો તે નિરાગાર ભવચરિમ પચ્ચ૦માં અન્નત્થ૦ સહસા∞ એ બે જ આગાર હોય. (ધર્મસં૦ વૃત્તિ આદિ)
૧ આયંબિલમાં ઘી વગેરે સ્નિગ્ધ (ચીકાશવાળું) દ્રવ્ય કલ્પે નહિ, અને પહુચ્ચમ૦ આગાર ઘી વગેરેથી કિંચિત્ મસળેલી રોટલી વગેરેના આહારની છૂટાવાળો છે, માટે આયંબિલમાં એ આગાર ન હોય.
૧૫