________________
ગુરુવંદન ભાષ્ય
૧૭૯ અંકુશની પેઠે બે હાથે ઝાલી વંદના કરે છે. અન્ય આચાર્યો કહે છે કે-અંકુશથી હસ્તિ (ના શીર્ષ)ની પેઠે (વંદન કરતી વખતે) શીર્ષને નીચું ઊંચું કરવું તે. એમ *ત્રણ અર્થ જાણવા.
૭ છાત -કચ્છપ એટલે કાચબો, તેની પેઠે રિંગતો એટલે અભિમુખ (સનુખ) અને પશ્ચાતુમુખ કિંચિત્ શરીરને ચલાયમાન કરતો વંદના કરે, એટલે ઊભા રહીને “તિત્તી સન્નયરાએ” ઇત્યાદિ વંદનાક્ષરો બોલતી વખતે, અને બેસીને “અહો કાય” ઈત્યાદિ અક્ષરો બોલતી વખતે શરીરને ગુરુ સન્મુખ અને પશ્ચાતુ=પોતાના તરફ ઊભા ઊભા તેમજ બેઠાં બેઠાં હિંડોલાની પેઠે હલાવ્યા કરે છે.
૮ મોવૃત્ત ટોપ-મત્સ્ય (માછલું) જેમ જળમાં ઉછાળો મારતું શીધ્ર ઉપર આવે છે, અને પુનઃ નીચે ડૂબતી વખતે પોતાનું શરીર ઉલટાવી શીધ્ર ડૂબી જાય છે, તેમ શિષ્ય પણ ઊઠતી અને બેસતી વખતે એકદમ ઉછળવા સરખો શીઘ ઊઠે અને બેસે તે મલ્યોવૃત્ત અથવા મત્સ્યોદ્યુત દોષ કહેવાય અથવા મલ્યુ જેમ ઉછળીને ડૂબતી વખતે શરીર એકદમ ફેરવી-પલટાવી નાખે છે, તેમ એકને વંદના કરતો પુનઃ (પાસે-પડખે વા પશ્ચાત્ બેઠેલા) બીજા આચાર્યાદિકને વાંદવા માટે
ત્યાં ને ત્યાં જ બેઠો છતાં પોતાનું શરીર એકમદ ઘુમાવે ફેરવી દે, પરન્તુ જયણાથી ઊઠીને ત્યાં ન જાય તે મર્યાવર્ત દોષ પણ આ દોષમાં જ અંતર્ગત છે. અહીં મત્સ્યનું “ઉધૃત” એટલે ઊંચું ઉછળવું અને “આવર્ત” એટલે શરીરને ગોળાકારમાં પરાવર્તવું-ફેરવી દેવું-ઘુમાવવું એવો શબ્દાર્થ છે.
૨ મન:પ્રદુઈ ટોપ-વંદનીય આચાર્યદિ કોઈ ગુણ વડે હીન હોય તો તે હીન ગુણને મનમાં લાવી અસૂયા સહિત (અરુચિપૂર્વક) વંદનાકરે તે. અથવા 'આત્મપ્રત્યય અને પરપ્રત્યયથી ઉત્પન્ન થયેલા મનોદ્વેષપૂર્વક વંદના કરે તે.
*બીજો અર્થ આવ૦ વૃત્તિ તથા ભાષ્યાવચૂરિમાં પણ છે, તો પણ પ્રવ૦ સારો૦ વૃત્તિમાં એ બીજા અને ત્રીજા અર્થ માટે પણ “સૂત્રાનુસારી નથી માટે “તત્ત્વ બહુશ્રુતગમ્ય” કહ્યું છે. ધર્મ સં૦ વૃત્તિમાં ત્રણે અર્થ કહ્યા છે.
+ કાચબો પોતાની ડોકને પીઠમાંથી વારંવાર બહાર કાઢે છે અને પુનઃ પાછો ખેંચી લે છે તે કાચબાનું રિંગણ કહેવાય.
૧ ગુરુએ શિષ્યને પોતાને કહ્યું હોય તો આત્મપ્રત્યય, અને શિષ્યના મિત્રાદિક આગળ શિષ્યને રૂબરૂમાં કહ્યું હોય તો પરપ્રત્યય મનઃપ્રદોષ જાણવો. (પ્રવ૦ સારો૦ વૃત્તિઃ)