________________
૧૭૮
ભાષ્યત્રયમ્ ભાવાર્થ:- ગુરુવંદનમાં ટાળવા યોગ્ય ૩૨ દોષનું કિંચિત્ સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે- ૨ અનાવૃત (અનાદર) ટોપ-અનાદરપણે સંભ્રમ (એટલે ચિત્તની ઉત્સુકતા) સહિત વંદન કરવું તે (અહીં આઢા=આદર તે રહિત હોવાથી અણાઢિય દોષ કહેવાય છે.)
ર સ્તબ્ધ રોષ-મદ (જાતિમદ વગેરે મદ) વડે સ્તબ્ધ-અક્કડ-અભિમાની થઈ વંદન કરે તે.
રૂ પ્રવિદ્ધ રોપ-વંદના અસ્થાને છોડીને એટલે અધૂરી રાખીને ભાડતની પેઠે નાસી જાય છે. આ દોષવાળું વંદન અનુપવાર વંદન કહેવાય છે.
૪ પffપંડિત દોષ-એકત્ર થયેલા ઘણા આચાર્યાદિકને જુદી જુદી વંદના વડે ન વાંદતાં એક જ વંદનાથી સર્વને વાંદે તે. અથવા આવર્તાને અને સૂત્રાક્ષરોને યથાયોગ્ય જુદા ન પાડતાં ભેગા કરી નાખી વંદના કરે છે. અથવા બે કુક્ષિ ઉપર ( કેડ ઉપર ડાબો જમણો) બે હાથ સ્થાપવાથી પિડિત (=ભેગા) થયેલા હાથપગ પૂર્વક વંદન કરે તે એ ત્રણ અર્થ જાણવા.
Kયેત્રાતિ રોપ-ટોલ એટલે તીડ તેની માફક (વંદન કરતી વખતે) પાછો હઠે, અને આગળ (સન્મુખ) ખસે, એ પ્રમાણે આગળ પાછળ કૂદકા મારતો વાંદે તે. - ૬ અંકુશ રોપ-હાથીને જેમ અંકુશથી યથાસ્થાને લઈ જવાય અથવા બેસાડાય છે, તેમ શિષ્ય પણ વંદનાર્થે આચાર્યનો હાથ અથવા કપડું ઝાલીખેંચી યથાસ્થાને લાવી અથવા બેસાડી વંદના કરે છે, અથવા રજોહરણને
૧ વાયુ આદિકથી નહિ નમતું અંગ વ્ય સ્તવ્ય અને અભિમાનથી નહિ નમવું તે ભાવ તથિ તેના ૪ ભાંગા આ પ્રમાણે-(૧) દ્રવ્યથી સ્તબ્ધભાવથી અસ્તબ્ધ, (૨) ભાવથી સ્તબ્ધ-દ્રવ્યથી અસ્તબ્ધ, (૩) દ્રવ્યથી સ્તબ્ધભાવથી પણ સ્તબ્ધ અને (૪) દ્રવ્યથી અસ્તબ્ધ અને ભાવથી પણ અસ્તબ્ધ, એ ચાર ભાંગામાં ચોથો ભંગ શુદ્ધ છે, અને શેષ ત્રણ ભંગમાં ભાવથી સ્તબ્ધ તો અશુદ્ધ જ છે. તથા દ્રવ્યથી સ્તબ્ધ તે (પહેલા ભાગે) શુદ્ધ અને (ત્રીજે ભાંગે) અશુદ્ધ પણ હોય.
૨ પ્રથમ પ્રવેશ આદિ સાચવવા યોગ્ય સ્થાનો અધૂરાં રાખીને નાસી જવું તે અસ્થાને છોડવું ગણાય.
૩ ભાડુતી ગાડાવાળો કોઈક વ્યાપારીનાં વાસણો બીજા નગરથી તે વ્યાપારીને ત્યાં લાવ્યો. વ્યાપારીએ કહ્યું હું વાસણો ઉતારવાનું સ્થાન દેખું તેટલીવાર જરા થોભજે, ત્યારે ભાડુતીએ કહ્યું ભાડું નગર સુધી લાવવાનું ઠરાવ્યું છે, પરન્તુ થોભીને તમારા બતાવેલા સ્થાને વાસણો ઉતારવાનું ઠરાવ્યું નથી, એમ કહી અસ્થાને જ તે વાસણો ઠાલવી ચાલ્યો ગયો તેમ.
૪ એ ત્રીજો અર્થ ધર્મસંગ્રહવૃત્તિમાં કહેલો લખ્યો છે.