________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૧૧
ખમાસમણમાં
ઇરિયાવહિયામાં ૨૪, શક્રસ્તવમાં ૩૩, ચૈત્યસ્તવમાં ૨૯, નામસ્તવમાં ૨૮, શ્રુતસ્તવમાં ૩૪, સિદ્ધસ્તવમાં ૩૧, અને પ્રણિધાનમાં ૧૨ ગુરુ અક્ષર જાણવા.
ભાવાર્થ :- અહીં ગુરુ અક્ષર એટલે જોડાક્ષર 'જાણવા પરન્તુ જોડાક્ષરથી પૂર્વનો અક્ષર ગુરુ (ભારે ) અક્ષર ગણાય છે તે નિયમ અહીં ન ગણવો. તે ગુરુ અક્ષરો ક્યા ક્યા છે, તે સ્વતઃ જાણી શકાય તેવા હોવાથી અહીં કહ્યા નથી, પરન્તુ કંઈક સ્થાને (૬ સ્થાને૦ મતાન્તર છે તે જ માત્ર દર્શાવાય છે
(૧) નવકારમાં “પણાસણો’ને સ્થાને “પણાસણો” કહે છે જેથી ૭ ને બદલે ૬ ગુરુ અક્ષર થાય છે.
(૨) ઇરિયા૦માં ઠાણાઓ ઠાણું ને સ્થાને ઠાણાઓટ્ઠાણું કહે છે, જેથી ૨૪ ને બદલે ૨૫ ગુરુ થાય છે.
(૩) નમુત્યુર્ણમાં વિટ્ઠછઉમાણને બદલે વિઅછઉમાણં કહે છે, જેથી ૨૪ ને બદલે ૨૫ ગુરુ થાય છે.
(૪) ચૈત્યસ્તવ દંડકમાં “કાઉસ્સગ્ગ” શબ્દ ત્રણવાર આવે છે તેમાં-સને સ્થાને સ કહેવાથી ૩ ગુરુ ઓછા થવાથી ૨૯ ને બદલે ૨૬ ગુરુ થાય છે. (૫) લોગસ્સમાં ચઉવીસંપિને સ્થાને ચઉવ્વીસંપિ કહે છે, જેથી ૨૮ ને બદલે ૨૯ ગુરુ થાય છે.
*(૬) પુખ઼રવરદીમાં દેવનાગને સ્થાને દેવજ્ઞાગ કહે છે જેથી ૩૪ ને બદલે ૩૫ ગુરુ થાય છે.
એ પ્રમાણે ૬ સૂત્રમાં ગુરુ અક્ષરનો મતાન્તર જાણવો. અને પૂર્વે કહેલા ગુરુ અક્ષરો સિવાયના શેષ રહેલા લઘુ અક્ષર તે અનુક્રમે આ પ્રમાણે
નવકારમાં ૬૧, ખમા૦માં ૨૫, ઇરિયા૦માં ૧૭૫, નમુ૦માં ૨૬૪, ચૈત્યસ્તવમાં ૨૦૦, લોગસ્સમાં ૨૩૨, પુસ્ખ૨૦માં ૧૮૨, સિદ્ધાણંમાં ૧૬૭, અને પ્રણિધાનત્રિકમાં ૧૪૦ લઘુવર્ણ જાણવા. (અમતાન્તરાપેક્ષાએ)
એ ઉપ૨ કહેલાં ૯ સૂત્ર સિવાય શેષ થોય, સ્તવન અને ચૈત્યવંદન (નમસ્કાર રૂપ) વગેરે પણ ચૈત્યવંદનામાં આવે છે. પરન્તુ તે નિયત ન હોવાથી તેના અક્ષરોની ગણત્રી થઇ શકે નહિ માટે કહી નથી. II કૃતિ ૮-૧-૧૦ નું દારમ્ |
૧ માગધીમાં જોડાક્ષર સ્વજાતિના તથા સ્વવર્ગના દ્વિત્વરૂપ જ સમજવા. જોડાક્ષરમાં અન્ય વર્ણ સાથે જોડાયેલ જોડાક્ષર હોતા નથી.
* એ મતાન્તરો ભાષ્યની અવસૂરિમાં કહ્યા છે.