________________ અષ્ટકોથી સુનિર્ણત, જાણીને સ્પષ્ટ તત્ત્વને; મુનિ મહોદયી પામે, જ્ઞાનસાર-સમત્વને. || 5 || નિર્વિકાર નિરાબાધ, પામેલા જ્ઞાનસારને; પરાશા મુક્તને મુક્તિ, અહીં જ અણગારને. || 6 || વાણી-પાણીથી ભીંજાયું, ચિત્ત જો જ્ઞાનસારના; બાળ નહિ કદીયે તો, ભડકા મોહ-આગના. || 7 || અચિંત્ય કોઈ સાધુની, જ્ઞાનસાર ગરિષ્ઠતા; જતા જેથી સદા ઊંચે, નીચે નહીં કદી જતા. | 8 || ફ્લેશક્ષય ક્રિયાદ્વારા, દેડકાના ચૂરા સમો; જ્ઞાનસારે કરાયેલો, બળેલા તે ચૂરા સમો. જ્ઞાનપૂત ક્રિયા બીજે, હેમકુંભ સમી કહી; સાચું છે; કદી તૂટે તો, તેનો ભાવ તજે નહીં. || 10 || ક્રિયા-રહિત જે જ્ઞાન, જ્ઞાન રહિત જે ક્રિયા; અંતર બેઉનું જાણો, સૂર્યને ખજૂઆ સમું. || 11 / પૂર્ણ વિરતિ ચારિત્ર, જ્ઞાન-ઉત્કર્ષ જાણજો; તેથી તે પામવા જ્ઞાન-નયમાં દૃષ્ટિ આણજો. || 12 // કોઈનું મનડું અહો ! વિષયના તાવે પીડાયેલું છે, કોઈનું વિષશા કુતર્કવમળ ભારે ભરાયેલું છે; દુર્વેરાગ્યથી કોઈને હડકવા, અજ્ઞાનમાં કોઈનું, થોડાઓનું જ નિર્વિકાર મન છે, તે જ્ઞાનસારે બન્યું. / ર II ગીતો ચિત્ત-ઘરે ગવાય મધુર, શુદ્ધિ કરાવાય છે; વૃદ્ધિ પ્રાપ્ત વિવેક-તોરણ પ્રતિદ્વારે લગાવાય છે; પૂર્ણાનંદથી પૂર્ણ આત્મવરના ભાગ્યે જ જાણે થયો, શ્રી ચારિત્ર વધૂ-વિવાહ-જલસો, આ ગ્રન્થ બહાને બન્યો. || 3 | ભાવોના સુપવિત્ર છાણથી બધી ભૂમિ લીપેલી બની, પાણી છાંટ્યું બધેય સામ્યનું; મૂકી માળા વિવેકોતણી; અધ્યાત્મામૃતપૂર્ણકુંભ જ ધર્યો, આ શાસ્ત્રમાં આચર્યા, પૂર્ણાનંદી પ્રવેશતાં સ્વ-નગરે, આ મંગળો છે કર્યા. 4 || શ્રીમદ્ દેવગુરુતણા ગુણગણે ચોખા તપાગચ્છમાં, પ્રજ્ઞા ઉચ્ચ ધરી શ્રી જીતવિજયે જે શોભતા દક્ષમાં; તેઓના ગુરુભાઈ શ્રી નયમુનિ, તે પ્રાજ્ઞના શિષ્યની, વિશોને કૃતિ આ યશોવિજયની, આનંદ આપો અતિ |શાર્દૂલ.] || 5 || ગ્રન્થકાર-પ્રશસ્તિ આધાક્ષરોઃ તેyોગીભાશ્રી - કે (પ-૧) તે શ્રી સિદ્ધપુરે મહેન્દ્રપુરીથી સ્પર્ધા કરી જે રહ્યો, દીવાળીમહીં જ્ઞાનદીપક સમો આ ગ્રન્થ પૂરો થયો; આના ભાવનથી પવિત્ર મનડું જેનું હિલોળે ચડે, હો દીવાળી સદૈવ અષ્ટકતણા તેને ઘણા દીવડે. || 1 | ગૂર્જર-પદ્યાનુવાદક-પ્રશસ્તિ कलापूर्ण-कृपां प्राप्य, ग्रामे गागोदरे वरे / मुक्तीन्दु-मुनिचन्द्राभ्यां, रचितेयं कृतिर्मुदा // (વિ.સં. 2042) 111 11 ર