________________
નિશ્ચયે વ્યવહારે ને, ક્રિયામાં વળી જ્ઞાનમાં; એકપક્ષીયતા છોડી, ચડેલા શુદ્ધ સ્થાનમાં. અમૂઢ લક્ષી સર્વત્ર, પક્ષપાતથી વેગળા; સર્વનયાશ્રયી સાધુ, વર્તે આનંદી એકલા.
|| ૮ ||
જ્યાં બ્રહ્મ, જિનની પૂજા, જ્યાં કષાય ઘસાય છે; જ્યાં સાનુબંધ આજ્ઞા તે, શુદ્ધ તપ ગણાય છે. || ૬ | કરો તે જ તપશ્ચર્યા, દુર્થાન જ્યાં ન ઊછળે; યોગ-હાનિ ન જેનાથી, ઇન્દ્રિય-બળ ના ટળે. || ૭ || જે મૂળ-ઉત્તર ગુણોનું વિશાળ રાજ, તે સાધવા તપ કરે બહુ યોગિરાજ; છે બાહ્ય-આત્તર કહ્યું તપ બે પ્રકારે, તે સાધુના જીવનમાં સમતા વધારે. [વસન્તતિલકા] II ૮ /
સર્વનયાશ્રય-૩૨ • આઘાક્ષરો : ભાવિસસ - પનિઅમૂ (૮). ભલે દોડે નયો સર્વે, પણ સ્વભાવમાં ઠરે; આથી ચારિત્રવાનું સાધુ, રહે સૌ નય-આશરે. || ૧ || પરસ્પર નવો પક્ષ-પ્રતિપક્ષે ઘણા લડે; મધ્યસ્થ સુખનો જાણ, જ્ઞાની સૌ નય આદરે. || ૨ || વિશેષહીન વાક્યો સૌ, માન્ય અમાન્ય કે થતા; વિશેષયુક્ત છે માન્ય, આ છે સર્વનયજ્ઞતા. || ૩ સર્વ નયજ્ઞને હોય, માથથ્ય કે કૃપાક્રીડા; જુદા-જુદા નયો દ્વારા, મૂઢને માનની પીડા. || ૪ || સર્વનયજ્ઞને શ્રેય, મળે છે ધર્મવાદથી; હઠીલાને મળે ઊંધું, શુષ્કવાદ-વિવાદથી. પ્રકાશ્યો જેમણે સર્વ-નયવાનું ધર્મ લોકને; પરિણમ્યો દિલે જેના, હો નમસ્કાર તેમને. || ૬ /
ઉપસંહાર આદ્યાક્ષરોઃયુશુઅષ્ટ (પ), નિવાઅચિલેજા-ક્રિ(૧૨) પૂર્ણ છે મગ્ન છે સ્થિર નિર્મોહી છે, જ્ઞાની છે શાન્ત છે ઇન્દ્રિયો જીતી છે; ત્યાગી છે, છે ક્રિયાપ્રેમી ને તૃપ્ત છે, લેપથી મુક્ત છે, નિઃસ્પૃહી મૌની છે. સ્રગ્વિણી] || 1 || યુક્ત છે શુદ્ધ વિદ્યાવિવેકે સદા, સાવ મધ્યસ્થ ને ભીતિથી દૂર છે; સ્વપ્રશંસા કરે ના કદી તત્ત્વની, દષ્ટિવાળા વળી ઋદ્ધિના પૂર છે. ગ્નિગ્વિણી] || ૨ || જાણ છે કર્મવેરા વિપાકોતણા, ઊભગ્યા છે મહાઘોર સંસારથી; લોકસંજ્ઞાથકી વેગળા છે ઘણા, શાસ્ત્રદ્રષ્ટા, અમૂચ્છિત છે વસ્તુથી. [ગ્વિણી] | ૩ || શુદ્ધ અનુભૂતિના સ્વામી છે. યોગવિતું, સત્ય યજ્ઞોવડે સત્ય છે યોગવિતુ: ભાવપૂજા અને ધ્યાન તપસ્યા કરે, સાધુ આવા સદા સૌ નો આદરે. સિગ્વિણી] || ૪ ||
૧૦૯
૧૧૦