________________
|| ૫ ||
પુષ્પમાળા ક્ષમા કેરી, બે શ્રેષ્ઠવસ્ત્ર ધર્મના; ઘરેણાં ધ્યાનનાં લાવી, કરો આત્માની અર્ચના. || ૩ || આઠે મદો તણા ત્યાગે, આલેખો અષ્ટમંગળો; જ્ઞાનાગ્નિમાં સુસંકલ્પ-અગર-ધૂપને ધરો. ધર્મસંન્યાસ અગ્નિથી, ઊતારો ધર્મ ભ્રૂણને; સામર્થ્ય-યોગની શુદ્ધ, કરો આરતિ પૂર્ણને ! અનુભવતણો સામે, મંગળ-દીવડો ધરો; યોગનૃત્ય કરો વાઘ-ત્રિક સંયમ આદરો. ઉલ્લાસપૂર્ણ હૈયાથી, સત્ય ઘંટ વગાડતાં; ભાવપૂજા કરો મોક્ષ-સુખો પાસે જ આવતા. કરે ભેદથી સાધના જે પ્રભુની, કરે તે ગૃહસ્થો ભલે દ્રવ્ય-પૂજા; અભેદ કરે સાધના જે પ્રભુની, મુનિ તે કરે શુદ્ધિથી ભાવ-પૂજા. [ભુજંગ.]
॥ ૪ ॥
|| ૬ ||
|| ૭ ||
|| ૮ ||
ધ્યાન-૩૦
આદ્યાક્ષરો : - ધ્યાધ્યાસથ - જિધાવિ (૮) ધ્યાતા ધ્યેય તથા ધ્યાન, ત્રણેય એક જો થયા; અનન્ય મનના સ્વામી, તો મુનિ દુઃખી ના રહ્યા. ॥ ૧ || ‘ધ્યાતા’ છે અન્તરાત્મા ને, પરમાત્મા જ ધ્યેય' છે; એકાગ્રતા-મતિ ‘ધ્યાન’, ને ‘સમાપત્તિ’ ઐક્ય છે. | ૨ || વૃત્તિ ક્ષીણ થતાં શુદ્ધ, આત્મામાં જ પ્રભુ દીસે; સમાપત્તિ કહી એને, છાયા જેમ મણિવિષે.
૧૦૭
॥ ૩ ॥
સમાપત્તિ વડે પ્રાપ્તિ, શ્રીજિનનામકર્મની; તેના સામીપ્યથી થાય, ક્રમશઃ પ્રાપ્તિ ઋદ્ધિની. ઘટે ધ્યાન-ફળે આમ, વીશ સ્થાનક આદિયે; મળે છે કષ્ટ રૂપે તો, અભવ્યોનેય; જાણીએ. જિતેન્દ્રિય અને ધીર, પ્રશાન્ત, ધૈર્ય આદરી; નાસાગ્રે નયણાં ઢાળી, યોગી સુખાસની વળી. ધારણાતણી ધારાથી, મનની વૃત્તિ રોકતા; પ્રસન્ન અપ્રમાદી ને, ચિદાનંદ-સુધા પીતા. વિપક્ષહીન સામ્રાજ્ય, આત્મામાં જ વધારતા; ત્રણેય લોકમાં આવા, ધ્યાનીની નથી તુલ્યતા.
તપ-૩૧
। આદ્યાક્ષરો તબાટાસાદુંઃ - જ્યાંક? (૮) તપાવે કર્મને તેથી, જ્ઞાનને તપ છે કહ્યું; આભ્યન્તર જ તે ઇષ્ટ, બાહ્ય તે પોષવા રહ્યું. બાલની સુખવૃત્તિ છે, જે તણાય પ્રવાહમાં; ઉત્કૃષ્ટ તપ જ્ઞાનીનું, ચાલે સામા પ્રવાહમાં. ટાઢ કે તડકો જેમ, સહે છે ધન-ઇચ્છુકો; ભવોદ્વિગ્ન સહે તેમ, જે તત્ત્વજ્ઞાન-વાંછકો. સારા ઉપાયમાં મસ્ત, મુક્તિકેરી મીઠાશથી; જ્ઞાની તપસ્વીઓને તો, વૃદ્ધિ આનંદની થતી. ‘દુઃખરૂપ તપશ્ચર્યા, વ્યર્થ છે’ - એમ જે લપે; બુદ્ધિ બોગસ બૌદ્ધોની, જ્ઞાનાનંદ વધે તપે.
૧૦૮
॥ ૪ ॥
|| ૫ ||
|| ૬ ||
|| ૐ ||
|| ૮ ||
|| ૧ ||
|| 2 ||
|| ૩ ||
॥ ૪ ॥
|| 144 ||