________________
યોગ-૨૭ • આધાક્ષરોઃ જોકકુઈર્ચ - આસ્થાભ (૮) જોડે મોક્ષથી તે યોગ, સર્વ-આચારની સ્થિતિ; સ્થાન, વર્ષાર્થ આલંબ, એકાગ્રતા વિશેષથી. કર્મયોગ અહીં બે છે, જ્ઞાનયોગ ત્રણે લહ્યા; નક્કી વિરતિવંતોમાં, બીજ માત્ર બીજે કહ્યા. || ૨ | કૃપા નિર્વેદ, સંવેગ, પ્રશમ-ભાવ હેતુ છે; ભેદો દરેકના ઈચ્છા-પ્રવૃત્તિ-ભૈર્ય-સિદ્ધિ છે. || ૩ | ‘ઇચ્છા’ તેની કથા-પ્રીતિ, ‘પ્રવૃત્તિ પાળવું અને; “સ્વૈર્ય” વિધ્વથી ના બીવું, ‘સિદ્ધિ’ આપવું અન્યને. | ૪ || ચૈત્ય-વંદન આદિમાં, અર્થ-આલંબના વડે; સ્થાન-વર્ષે પ્રયત્નોથી, યોગીને ધન્યતા મળે. | ૫ | આલંબનતણા જાણો રૂપી અરૂપી ભેદ બે; અરૂપી સિદ્ધ તાદાભ્ય, અનાલંબન યોગ એ. || ૬ || સ્થાનાદિના પ્રીતિ-ભક્તિ, વચન ને અસંગથી; અયોગ પ્રાપ્તિથી યોગી, મેળવે યોગ મોક્ષથી. || ૭ || ‘ભલે સ્થાન આદિ કશુંયે ન જાણે, ભણાવો છતાં તીર્થના નાશ-ટાણે;” કહી એમ જે સૂત્ર સૌને ભણાવે, મહાદોષ આચાર્યવર્યો જણાવે. [ભુજંગ.] || ૮ ||
- નિયોગ-૨૮ • આઘાક્ષરોઃ સ્થાપાશ્રીજુ - બ્રબ્ર (૮) ધ્યાન ઋચાવડે બ્રહ્મ-અગ્નિમાં કર્મ હોમતો, ભાવ-યાગથી યોગીન્દ્ર, સાચો યાગ સ્વીકારતો. | ૧ //
પાપ નાશક નિષ્કામ, જ્ઞાનયજ્ઞ રતિ કરો; સુખ-ઇચ્છાથી મેલા આ, સાવધ યજ્ઞ સંહરો. | ૨ //. આ કર્મયાગ પણ થાય જ બ્રહ્મ-ત્યાગ
જ્યાં વેદ સાક્ષી વળી ચિત્ત-અશુદ્ધિ ત્યાગ;' જે એમ માની બહુ યજ્ઞ કર્યા કરે છે, તે યેન-યાગ વળી કેમ કહો તજે છે? [વસત્તતિલકા] I ૩. શ્રીવીતરાગ પૂજાદિ, અધિકારી ગૃહસ્થને; બ્રહ્મયજ્ઞ કહેલું છે, શુદ્ધ જ્ઞાન જ યોગીને. || ૪ | જુદા ધ્યેયે કહેલું ને, અધિકારી જુદા વળી; કેમે કર્મો નહી કાપે, પુત્રેષ્ટિવજુઓ જરી. || ૫ |. બ્રહ્માર્પણ પણ બ્રહ્મ-યજ્ઞહેતુ બને સ્થળે; જો અહંકાર હોમાય, કર્મ બ્રહ્માગ્નિમાં પડે. || ૬ || આપીને બ્રહ્મમાં સર્વ, બ્રહ્મર્ષિ બ્રહ્મદેષ્ટિમાનુ; હોમે બ્રહ્મથી અબ્રહ્મ, બ્રહ્મમાં; બ્રહ્મગુપ્તિમાનું || ૭ || બ્રહ્માધ્યયનમાં રક્ત, પરબ્રહ્મ સમાધિમાન; પાપપંકે ન લેપાય, બ્રાહ્મણ સત્યયાગવાન્ || ૮ ||
ભાવપૂજા-૨૯ આધાક્ષરો : દલપુઆ - અનુષઁક (૮) દયા-જળે કરી સ્નાન, સંતોષ વસ્ત્ર ધારીને; વિવેકનું કરી ટીલું, પવિત્ર ભાવ લાવીને.
ભક્તિ કેશરથી મિશ્ર, શ્રદ્ધા સુખડથી ક્રમે; નવબ્રહ્મતણા અંગે, શુદ્ધ આત્મા પૂજો તમે.
|| 1 |
|| ૨ ||
૧૦૫
૧૦૬