________________
મૂર્છાગ્રસ્ત મનુષ્યોને, વિશ્વ આખું પરિગ્રહ; મૂર્છામુક્ત મહાત્માને, વિશ્વ છે અપરિગ્રહ.
|| ૭ ||
|| ૮ |
અજ્ઞાન સાપનો મંત્ર, લાંઘણ સ્વૈરિતા-વરે; ધર્મ-ઉદ્યાનમાં નીક, શાસ્ત્ર આવું કહ્યું ખરે. અરિહંતના શાસ્ત્રના જાણકાર, કહેનાર, પોતે કહ્યું પાળનાર; વળી શાસ્ત્રમાં દૃષ્ટિ છે એક માત્ર, મહાયોગી તે મોક્ષ પામે સુપાત્ર. [ભુજંગ.]
|| ૮ ||
પરિગ્રહ-૨૫ • આદ્યાક્ષરોઃ બઉપગાંપ - સ્ત્રીનિમ્ (૮) બદલાતો ન રાશિથી, વક્રતા નહિ છોડતો; પરિગ્રહ કયો આ છે, ગ્રહ ? જગત પીડતો. || 1 || ઉસૂત્ર ધૂળ ઊછાળી, આ પરિગ્રહ-જોરથી; બરાડા વેષધારીના, શું કાને પડતા નથી ? પરિગ્રહ તજી બન્ને, જે ઉદાસીનતા ધરે; તે નિર્ગસ્થ મહાત્માને, ત્રણે લોક પગે પડે. | ૩ | ગાંઠ અંદર જો હોય, વ્યર્થ સાધુની સાધના; કાંચળી માત્રના ત્યાગે, સાપ નિર્વિષ થાય ના. || ૪ || પરિગ્રહતણા ત્યાગે, પાપ-રજ ચાલી જતી; જાય તળાવનું પાણી, જે પળે પાળ તૂટતી. / ૫ //
સ્ત્રી, પુત્રો તજ્યા જેણે, મૂચ્છથી મુક્ત જે થયા; ચિત્માત્ર મગ્ન યોગીને, પુગલ-બંધનો કયા? || ૬ || નિર્યાત સ્થાન જેવા આ, ધર્મોપકરણો વડે; અપરિગ્રહનું ધૈર્ય, ચિઠ્ઠીપ મુનિને મળે. | ૭ /
અનુભવ-૨૬ • આદ્યાક્ષરોઃ ક્રેઉંઅતીતીક - અહોઅમોષ (૮) કેવળ-શ્રુતથી જૂદી, સધ્યા જર્યું દિન રાતથી; અરુણ છે અનુભૂતિ, પૂર્વે કેવલ-સૂર્યથી. / ૧ //. ઉદ્યમો સર્વશાસ્ત્રોના, દિશા-દર્શન જાણવા; અનુભવ જ છે શક્ત, સંસાર-પાર આણવા. || ૨ || અતીન્દ્રિય પરંબ્રહ્મ, અનુભવ વિના નહીં; સેંકડો શાસ્ત્ર-યુક્તિથી, સમજાય કદી અહીં. // ૩ // ‘અતીન્દ્રિય પદાર્થો જો, જણાય યુક્તિ-તર્કથી; આજ સુધી કર્યો હોત, પ્રાશે નિર્ણય તો મથી.’ | ૪ | કલ્પના-કડછી સૌની, શાસ્ત્રની ખીર સ્પર્શતી; વિરલા કોક જ ચાખે, અનુભવની જીભથી. • ૫ / અહો ! લિપિમયી દૃષ્ટિ, વાલ્મી કે મનોમયી; અદ્વૈત બ્રહ્મ શું દેખે ? જો અનુભૂતિ ના થઈ. || ૬ || અમોહત્વથી નિદ્રા ના, નથી સ્વપ્ન ન જાગૃતિ; સમાપ્ત કલ્પના થાતાં, ચોથી “અનુભવ” સ્થિતિ. || ૭ | પ્રભુ-શાસ્ત્રની આંખથી જાણી સર્વ, મહા શબ્દના બ્રહ્મને ટાળી ગર્વ; સ્વસંવેદ્ય જે છે પરબ્રહ્મચન્દ્ર, અનુભૂતિથી જાણતા તે મુનીન્દ્ર. [ભુજંગ.] | ૮ ||
૧૦૩
૧૦૪