________________
તે દારૂણ સંસાર-અબ્ધિથી જ્ઞાની ઊભગી; તરવાના ઉપાયોને, શોધે યને નહીં ડગી. તેલપાત્ર તણા ધારી, કે રાધાવેધીની સમા; ક્રિયા કરે બની લીન, ભવથી ડરી આતમાં. ઝેરનું ઝેર અગ્નિનું અગ્નિ ઔષધ છે ખરે; સંસારથી ડરે તોયે, ઉપસર્ગથી ના ડરે. ધરી ચિત્તમાં બીક સંસાર કેરી, પહેલાં મુનિ પામતા ચૅર્યકેડી; પછી તો નિજાનંદકેરી સમાધિમહીં બીક ડૂબે, ટળે સૌ ઉપાધિ. [ભુજંગ.]
ઘવાયા લોકસંજ્ઞાથી, નીચું જોઈ ધીમું કહી; સત્યઅંગે પડ્યો ઘાત, તેની વ્યથા કહે અહીં. || ૬ || ધર્મ આત્માની સાક્ષીએ, થાય; શું કામ લોકથી ? પ્રસન્નચન્દ્ર ને ચકી, ભરત-વાત શું નથી ? || ૭ || પરબ્રહ્મ કરી સમાધિસ્થિતિના, ધણી શ્રીમુનિ લોકસંજ્ઞા વિહોણા; રહે છે સુખે દ્રોહ, માત્સર્ય, માયા, મમત્વાદિ છોડી મહાયોગિરાયા.
|| ૮ ||
|| ૭ ||
|| ૮ ||
લોકસંજ્ઞાત્યાગ-૨૩ • આધાક્ષરો : પાબોલોલર્જી - વધપ (૮) પામી છ ગુણસ્થાન, ઊતારે જે ભવાદ્રિથી; રમે ન લોકસંજ્ઞામાં, લોકોત્તર સ્થિતિ યતિ. | ૧ | બોરના બદલે મૂર્ખ, આપે ચિન્તામણિ યથા; શુદ્ધ ધર્મ તજે મૂઢ, જનરંજનથી તથા. || ૨ || લોકસંજ્ઞા નદી મોટી, તણાય સૌ પ્રવાહમાં; રાજહંસ સમા સાધુ, ધસે સામા પ્રવાહમાં. | ૩ || લઈ આલંબન લોકોનું, જો બહુમતિ આદરો; તો મિથ્યાદેષ્ટિનો ધર્મ, છોડાશે શું કદી ખરો? || ૪ || જૈન-અજૈન લોકોમાં, મોક્ષાર્થી અલ્પ હોય છે; થોડા ઝવેરીઓ હોય, આત્માર્થી અલ્પ હોય છે. || ૫ |
શાસ્ત્રદૃષ્ટિ-૨૪ • આધાક્ષરો : ચત્રશાશાપ - શુઅશાઅરિ (૮) ચર્મચક્ષુ બધાને છે, દેવને અવધિતણી; કૈવલ્ય ચક્ષુ સિદ્ધોને, સાધુને આંખ શાસ્ત્રની. | ૧ || ત્રણેય લોકના ભાવો, જાણે સામે જ હોયની; જુએ તેમ મુનિ જ્ઞાન-મગ્ન આંખથી શાસ્ત્રની. || ૨ | શાસન-ત્રાણ શક્તિથી, કહી નિયુક્તિ શાસ્ત્રની; છે વીતરાગ વાણી એ, ઘટે ન અન્ય કોઈની. | ૩ || શાસ્ત્ર આગળ છે જ્યારે, પ્રભુ આગળ તે પળે; પ્રભુ આગળ છે જ્યારે, નક્કી સિદ્ધિ બધી મળે. || ૪ || પરોક્ષ તત્ત્વમાં દોડી, વગર શાસ્ત્ર-દીવડે; પામે ફ્લેશ ઘણા મૂર્ખ, ઠેસો ખાતા પળે પળે. || ૫ || શુદ્ધ ભિક્ષાદિયે ખોટા, શાસ્ત્રાશા જાય જે ક્ષણે; પદસ્પર્શ નિવારીને, મૂર્ખ ક્યું ગુરુને હણે. || ૬ ||
૧૦૧
૧૦૨