________________
ક્રિયા-જ્ઞાન તણા ચર્મ-છત્ર વિસ્તારી વારતા; મોહમ્લેચ્છો તણી વૃષ્ટિ, મુનિ ચક્રી શું ના થતા ? || ૩ | નવબ્રહ્મ સુધાકુંડ-સ્થિતિ સ્વામી મહામુનિ; શેષનાગ સમા શોભે, ક્ષમા-રક્ષક સગુણી. || ૪ || અધ્યાત્મ ઉચ્ચ કૈલાસ, વિવેક નંદી ઉલસે; જ્ઞાનગૌરી ક્રિયા ગંગા, મુનિ શંકરશા દીસે. || ૫ || જ્ઞાન-દર્શન-ચન્દ્રાર્ક આંખ છે નર્કનાશી છે; સુખાબ્ધિ મગ્ન યોગીની, ઋદ્ધિ વિષ્ણુથી ખાસી છે. / ૬ બ્રહ્માની બાહ્ય-સૃષ્ટિ તો, પરાપેક્ષાથી દક્ષ છે; આત્તર-ગુણોની સૃષ્ટિ, મુનિની નિરપેક્ષ છે. || ૭ II. ત્રણે સ્રોતથી જેમ ગંગાનું પૂર, ત્રણે રત્નથી તેમ જે છે સનૂર; અરિહંતનું સ્થાન છે વિશ્વમૂળ, નથી સિદ્ધ યોગીન્દ્રને એય દૂર. ભુજંગ.] | ૮ ||
કર્મ-સૃષ્ટિ ઊંચી નીચી, જોઈ લો પીઠ ઊંટની; જાતિ આદિનું વૈષમ્ય, ત્યાં રતિ કઈ યોગીની ? || ૪ II. ચડેલા પ્રશમશ્રેણિ, હોય છો શ્રુતકેવળી; ભમાડે દુષ્ટ કર્મો આ, દીર્ઘ સંસારમાં ફરી. || ૫ | નજીકની બધી ચીજો, જાણે થાકી ઊભી રહે; કર્મનું ફળ તો કાર્ય-પર્યન્ત દોડતું રહે. || ૬ | કર્મ અચરમાવર્તે, ચોરતું ધર્મ દેખતાં; ચરમાવર્તી સાધુનું, નાચતું છિદ્ર પેખતાં. | 9 || ધરે સામ્ય જે કમકેરા વિપાકો, વિચારી દિલે કાઢતા દોષ-ડાઘો; ચિદાનંદ પુષ્પોતણા ખૂબ મીઠા, રસો ચૂસતા ભૃગશા તે જ દીઠા. [ભુજંગ.] || ૮ |
/ ૧ /
કર્મવિપાક-૨૧ • આદ્યાક્ષરોઃ દુ:જેજાકચ - નકલ (૮). દુ:ખમાં ન બને દીન, સુખમાં નહિ વિસ્મયી; મુનિ જાણે જગતુ આખું, ચાલે કર્મફલાશ્રયી. જેમના આંખ-ઇશારે, પર્વતોય તૂટી પડે; ભિક્ષા પણ ન પામે તે, વિફરે કર્મ જે પળે. જાતિ-બુદ્ધિ નથી તોયે, થાય જો રીઝ કર્મની; રંક પણ બને રાજા, મહા સામ્રાજ્યનો ધણી.
- ભવોઢેગ-૨૨ • આદ્યાક્ષરોઃ મતુ કાહુતે - તેઝેધ (૮). મધ્યભાગ ઊંડો જેનો, અજ્ઞાનવજની તલી; સંકટ-પર્વતે સંધ્યા, માર્ગ દુર્ગમ જ્યાં વળી. | ૧ // તૃષ્ણા-પવને પૂર્યા, પાતાલકુંભ શા ખરે; કષાયો ચિત્ત-સંકલ્પ-મોજાથી ભરતી કરે. | || ૨ // કામનો વડવા-અગ્નિ, સ્નેહ-ધનથી બળે;
જ્યાં ઘોર રોગ શોકાદિ, મત્સ્ય મગર ઊછળે. || ૩ //. દુર્બુદ્ધિ વીજળી; ઈર્ષ્યા, વંટોળ; દ્રોહ ગર્જના; જોઈ ઘેરાય તોફાને, બધા વહાણના જણા. || ૪ ||.
| ૨ II
|| ૩ |
૯૯
૧00