________________
|| ૬ |
|| ૭ |
સોજાથી પુષ્ટતા જેમ, મડદું જેમ ભૂષણે; તેમ સંસાર જાણી આ, આત્મતૃપ્ત મુનિ બને. વાણી ન બોલવા રૂપે, એકેન્દ્રિય મૌન છે; જડમાં અપ્રવૃત્તિ જે, યોગોની; શ્રેષ્ઠ મૌન છે. દીવાની બધી છે ક્રિયા જ્યોતિપૂર્ણ, ક્રિયા તેમ જેની બધી જ્ઞાનપૂર્ણ; રમે શુદ્ધ ચૈતન્ય ભાવે સદા જે, મહા મૌન તેવા મુનિનું વિરાજે. [ભુજંગ.]
જીવ-દેહ ભળેલા છે, તેના ભેદની ઝંકૃતિ; પરિણમેલ ચિત્માત્ર, જ્ઞાનયોગીન્દ્રને થતી. | || 9 || સુવિઘાંજના સ્પર્શથી આંખ જ્યારે, અવિધાનું અંધારું ભારે વિદારે જુએ તે ક્ષણે યોગીઓ ધ્યાન-તેજે, નિજાત્મા વિષે શ્રી પરાત્મા સહેજે. [ભુજંગ.] || ૮ ||
II & II.
વિધા-૧૪ • આધાક્ષરોઃ જજેલપના - વજીરું (૮). જડ-અનિત્ય-ગંદામાં, સ્વ-નિત્ય-શુચિતા-મતિ; અવિધા કહી યોગીન્દ્ર, વિદ્યા છે તત્ત્વની મતિ. || ૧ ||. જે જુએ નિત્ય આત્માને, અનિત્ય પર-સંગને; કરે ન મોહનો ચોર, તેમના ધ્યાન-ભંગને. || ૨ || લક્ષ્મી ઊર્મિવત્ જાણો, વાયુવતું આયુની ક્ષણો; કાયા વાદળ જેવી આ, વિચારો હે વિચક્ષણો. | ૩ |. પવિત્ર પણ ગંદું જે, કરે અશુચિથી બની; તે દેહે શુચિતા-બ્રાન્તિ, થઈ દારુણ મૂઢની. || ૪ | નાહીને સમતા-કુંડે, પાપના મેલ ધોઈને; તે પવિત્ર મહાત્મા છે, પામે ફરી ન મેલને. || ૫ || ઘર, શરીર, પૈસામાં, સ્વબુદ્ધિ પાશ છે નવો; નાખ્યો બીજે છતાં પોતે, બંધાઈ જાય છે જીવો. || ૬ |
- વિવેક-૧૫ • આધાક્ષરોઃ જીદેટેસૈઈ - અનિજેઅહો (૮). જીવ કર્મ મળેલા છે, દૂધમાં પાણીની સમા; કરે જુદા મુનિહંસ, વિવેકી ક્ષણવારમાં. || ૧ ||. દેહાત્મ-એકતા ભાન, સદા સંસારમાં મળે; દેહાત્મ-ભેદ વિજ્ઞાન, દોડો જન્મ ય ના જડે. || ૨ || દેખાય શુદ્ધ આકાશ, ધૂંધળો નેત્ર રોગીને; આત્મા વિકારી દેખાય, અવિવેકથી ભોગીને. | ૩ || સૈનિકોએ કર્યું યુદ્ધ, રાજાકેરું ગણાય છે; અવિવેકે કર્યું કર્મે, આત્મામાં ખતવાય છે. || ૪ || ઇટનેય જુએ સોનું, જેવી રીતે ધતુરીઓ; દેહાદિમાં જુએ તેમ, આત્માને અવિવેકીઓ. || ૫ ||
અનિચ્છતો પરંભાવો, વિવેક શેલથી પડે; ઇચ્છતો જો પરંભાવો, અવિવેકે નહીં પડે. || ૬ | જે આત્મામહીં આત્માને, જોડે છે કારકો વડે; ક્યાં અવિવેક તેને છે, જે પુદ્ગલે નહીં પડે. || ૭ ||
૯૪
૯૩