________________
અમે ચારિ સંજીવની ચાર ન્યાયે, ઘણું ઇચ્છીએ નિત્ય કલ્યાણ સૌમાં. [ભુજંગ.] || ૮ |
અહો શસ્ત્ર ચારિત્રનું ધ્યાન-ટાણે, ઘટ્યું છે મુનિએ વિવેકે સરાણે; બન્યું છે ઘણું તીક્ષ્ણ સંતોષધારે, મહાશક્તિમાનું કર્મશત્રુ-મહારે. [ભુજંગ] | ૮ ||
• • • • •
માધ્યથ્ય-૧૬ • આધાક્ષરો : રમસ્વરૂપ - જુમાવ (૮) રહો મધ્યસ્થ ભાવે સૌ, જગમાં ઠપકા વિના; કુતર્ક કાંકરા ફેંકી, છોડી દો છોકરાપણા. || ૧ | મધ્યસ્થનો મનોવત્સ, યુક્તિ-ગાય અનુસરે; મનઃકપિ હઠીલાનો, ખેંચે તે પૂંછડાવડે. || ૨ || સ્વમાં સાચા બીજે ખોટા, આવા નયો વિષે રહે; સમભાવે મહાત્મા તે, “મધ્યસ્થ” જ્ઞાનીઓ કહે. || ૩ || સ્વસ્વકર્મ કરે લોકો, ભોગવે તે સ્વયં અહીં, ત્યાં મુનિરાજ મધ્યસ્થ, રાગ-દ્વેષ ધરે નહીં. || ૪ || પરના ગુણ દોષોમાં, જ્યાં સુધી મન રક્ત છે; મધ્યસ્થ ત્યાં સુધી આત્મ-ભાવે રહેવું પ્રશસ્ત છે. | ૫ | જુદા-જુદા નદી-માર્ગો, મળે એક જ અબ્ધિને; મધ્યસ્થના જુદા માર્ગો, મળે એક જ મુક્તિને. || ૬ | માત્ર રાગે સ્વના શાસ્ત્રો, પરના દ્વેષ માત્રથી; ભજીએ કે તજીએ ના, કિન્તુ મધ્યસ્થ નેત્રથી. || ૭ વળી મંદ મિથ્યાત્વી આદિ જીવોમાં; અરે ! માત્ર મધ્યસ્થ આંખે સદાયે,
નિર્ભય-૧૭ • આધાક્ષરો : પભઠ્ઠલમ - જ્યાંભસ (૮) પર-ઇચ્છા નથી જેને, સ્વભાવે જે કરે ગતિ; ભયની ભ્રાંતિથી કુલાંતિ, તેની અલ્પ શું ના થતી ? || ૧ ||. ભય-અગ્નિની રાખોડી, જેવા આ સુખથી સર્યું, ભય-વિહોણું સુશ્રેષ્ઠ, જ્ઞાનમાં સુખ છે ભર્યું. || ૨ || છુપાવવું નથી જેને, લેવું-દેવું કશું નથી; તે મુનીન્દ્ર ડરે શાના? જે જુએ જોય જ્ઞાનથી. / ૩ //. લઈને એક બ્રહ્માસ્ત્ર, હણતા મોહ-સૈન્યને; યુદ્ધમાં હાથીશા સાધુ, ન પામે ભય-દૈન્યને. | ૪ || મયૂરી જ્ઞાન દૈષ્ટિની, ફરે જો મનના વને; ભય ભોરીંગ આવે ના, તો આત્માનંદ ચંદને. | ૫
જ્યાં મોહાસ્ત્ર મુધા તેવું, જ્ઞાન-કવચ જે ધરે; કર્મના યુદ્ધમાં શાના, તે હારે અથવા ડરે ? || ૬ || ભય-વાયુથી મૂઢાત્મા, તૂલવતું જાય આભલે; જ્ઞાન-ગરિષ્ઠ સાધુનું, રૂંવાડું પણ ના ચલે. | ૭ || સદા ચિત્ત જેને પરિણામ પામ્યું, ભયોથી વિહોણું સુચારિત્ર જામ્યું; તપે જ્ઞાન-સામ્રાજ્ય જેનું અખંડ, ડરે તે મુનિ ક્યાંથી ? તેજે પ્રચંડ. [ભુજંગ.] | ૮ ||
૯૫