________________
| ૫ |
|| ૬ ||
ક્રિયાકાંડીય લેપાય, શ્રુતાદિના મદ ભર્યો; ક્રિયા વિના ય નિર્લેપ, ભાવના જ્ઞાનને વર્યો. અલિપ્ત છે આતમરાજ નિશ્ચયે, છે લિપ્ત એ તો વ્યવહાર આશ્રયે; જ્ઞાની અને શુદ્ધ અલિપ્ત દૃષ્ટિથી, બને ક્રિયાવાનું વળી લિસદૃષ્ટિથી. [વંશસ્થ.] બેઉ દૃષ્ટિ થતાં સાથે, જ્ઞાન-ક્રિયાની એકતા; ભૂમિકા-ભેદથી કોઈ એકની હોય મુખ્યતા. અનુષ્ઠાન જેનું અહો ! જ્ઞાનયુક્ત, બધા દોષના કાદવોથી અલિપ્ત; મહાશુદ્ધ ને બુદ્ધ જેનો સ્વભાવ, અરે જીવ ! તેને તું માથું નમાવ. [ભુજંગ.]
તૃણ-તૂલ સમા દીસે, સ્પૃહાવંત લઘુ ખરે; કમાલ છે ! છતાં તેઓ, ડૂબતા ભવ-સાગરે. || ૫ || ‘મને નમે ઘણા લોકો, કીર્તિ મારી સ્થળે સ્થળે; ઉચ્ચકુળે હું જમ્યો છું.’ ગર્વ નિઃસ્પૃહ ના કરે. || ૬ || ભૂમિમાં સૂવું માંગીને, ખાવું રહેવું જંગલે; તોય નિઃસ્પૃહને ચક્રી-થી અધિક સુખો મળે. || ૭ //. મહાદુઃખ જાણો તમે આ પરેચ્છા, મહાસુખ માનો તમે આ અનિચ્છા; સુખોના દુઃખોના અહીં સારરૂપે, કહ્યા લક્ષણો જે મહર્ષિ પ્રરૂપે. [ભુજંગ.] || ૮ ||
|| ૭ |
|| ૮ |
નિઃસ્પૃહ-૧૨ • આઘાક્ષરોઃ સ્વહાજેમg - મભૂમ (૮) સ્વભાવલાભથી બીજું, જોઈએ ના કશું મને;' આત્મ-ઐશ્વર્યથી આમ, નિઃસ્પૃહ શ્રીમુનિ બને. || ૧ || હાથ જોડી નહીં કોને, યાચે ભોગાર્થી શ્વાનવતું ? અસીમજ્ઞાની નિષ્કામી, સમજે વિશ્વ તૃણવતું. || ૨ | જેના ફળો મુખે શોષ, મૂચ્છ ને વળી દૈન્ય દે; સ્પૃહા-વિષલતા કાપો, જ્ઞાન-દાતરડા વડે. || ૩ || મનના ઘરથી કાઢો, વિદ્વાનો ! આ સ્પૃહા હણી; જડરતિરૂપી ભંગી, કેરો સંગ કરે ઘણી. || ૪ ||
મૌન-૧૩ આધાક્ષરોઃ જઆજ્ઞાતેતે - સોવાદી (૮) જગત તત્ત્વને જાણે, તે મુનિ સુવિદિત છે; સમકિત જ છે મૌન, મૌન તે સમકિત છે. / ૧ // આત્મા આત્મામહીં આત્મા-ને જાણે આતમાવડે; જ્ઞાનદર્શન ચારિત્ર-નું ઐક્ય મુનિને મળે. | || ૨ //. જ્ઞાન-દર્શન-ચારિત્ર, આત્મ ચરણથી મળે; શુદ્ધજ્ઞાનનયે જાણો, ક્રિયાનયે ક્રિયાવડે. તે રત્નતણા જ્ઞાન-શ્રદ્ધા શું કામના કહો ? જેથી પ્રવૃત્તિ રત્નોમાં, ન થાય, ન ફળે અહો ! || ૪ || તે રીતે જેથી શુદ્ધાત્મ-તત્ત્વનું નહિ સ્પર્શન; ન અટકાવ દોષોનો, તે ન જ્ઞાન ન દર્શન. / ૫ //
|| ||