________________
જ્ઞાની ક્રિયારુચિ શાન્ત, ભાવિતાત્મા જિતેન્દ્રિય; સ્વયં તરે બીજાનેય, તારે મુનિ જગત્રિય. || ૧ || ક્રિયાહીન કહ્યું જ્ઞાન, અનર્થકારી શાસ્ત્રમાં; ચાલ્યા વિના પહોચે ના, માર્ગનો જાણ ગામમાં. || ૨ || અપેક્ષા યોગ્ય ક્રિયાની, કેવળીનેય હોય છે; સ્વપ્રકાશી દીવાનેય, તેલાદિની જરૂર છે. || ૩ || ‘ક્રિયાકાંડ નકામો છે, બાહ્ય ભાવ ગણાય છે;' કહે તેઓ વિના ખાધે, તૃપ્તિને પામવા ઈચ્છે. || ૪ || ક્રિયાથી ગુણિ-સન્માન, નિયમ-સ્મૃતિ થઈ શકે; પેદા થાય નવા ભાવો, વળી ભાવો જુના ટકે. || ૫ / ક્ષયોપશમના ભાવે, જે ક્રિયા કરતા રહો; તેથી પડેલ ભાવોની, પણ વૃદ્ધિ થતી અહો. || ૬ || ગુણો વધારવા નિત્ય, ન પડવા ક્રિયા કરો; એક જ સંયમસ્થાને, રહેતા શ્રી જિનેશ્વરો. વચનના અનુષ્ઠાને, ક્રિયા અસંગ આવતી; તે આ જ્ઞાનક્રિયાકેરી, અભેદ ભૂમિ શોભતી. || ૮ ||
શાન્ત રસ વડે તૃપ્તિ, ઇન્દ્રિયાતીત જે દિલે, જીભથી નહિ થાતી તે, ષડ્રસ ભોજનો ભલે. // ૩ // સ્વપ્નવત્ ખોટી સંસારે, તૃપ્તિ કરે ગુમાનને; આત્મવીર્ય વધારે છે, સાચી તૃપ્તિ અભ્રાન્તને. || ૪ | આત્મા આત્માવડે તૃપ્ત, પુદ્ગલો પુદ્ગલો વડે; પુદ્ગલોમાં નિજાત્માનો, આરોપ જ્ઞાની ના કરે. || ૫ || અગ્રાહ્ય જે ફળો, શાક, ઘી, દહીં, દૂધ આદિથી; તે તૃપ્તિ છે પરબ્રહ્મ, લોકો આ જાણતા નથી. || ૬ || પુદ્ગલોથી અતૃપ્તોને, ઝેરના ઓડકાર છે; જ્ઞાનથી તૃપ્તને ધ્યાન-સુધાના ઓડકાર છે. || ૭ ||. અતૃપ્ત વિષયો દ્વારા, ઇન્દ્રાદિ પણ ના સુખી; નિર્લેપ જ્ઞાનથી તૃપ્ત, વિશ્વમાં સાધુ છે સુખી. || ૮ ||
- તૃતિ-૧૦ • આધાક્ષરો : પીસ્વશાસ્વ - અગાપુઅg (૮). પીને જ્ઞાન-સુધા; ખાઈ, ક્રિયા કલ્પલતા ફળો; સામ્ય તાંબૂલ આસ્વાદી, તૃપ્તિ પામે મુનીશ્વરો. || ૧ | સ્વગુણે કરી તૃપ્તિ જો, થતી નિત્ય અનશ્વરી; જ્ઞાનીને વિષયોની શા કામની તૃપ્તિ નશ્વરી. || ૨ //
નિર્લેપ-૧૧ • આધાક્ષરો : કાહુલેઆક્ર - અલિબેઅr (૮) કાજળ-ઘર જેવા આ, સંસારે સ્નેહી સ્વાર્થના; લેપાય સઘળા લોકો, જ્ઞાન-સિદ્ધ જરાય ના. | ૧ / હું આ પુગલભાવોનો, કે કારક ક્યાંય ના; ન અનુમોદનારો હું,' આત્મજ્ઞ લિપ્ત થાય ના. || ૨ || ‘લેપાય પુદ્ગલ સ્કંધો, હું ન લેપાઉં પુદ્ગલે; નભ જયું અંજને? આવું, જાણી લેપાય ના દિલે. || ૩ //. આવતું લિપ્તતાજ્ઞાન રોકવાને, પ્રતિક્ષણે; નિર્લેપ જ્ઞાનયોગીને, ઉપયોગી ક્રિયા બને. || ૪ ||
૮૯
૯૦