________________
સમતા-અમૃતે સિચ્યું, છે મન જેનું રાત દી; રાગ-નાગ તણા ઝેરે, તે મુનિ ના બળે કદી. અહો ગાજતા જ્ઞાન હાથી અનેરા, વળી નાચતા ધ્યાન ઘોડા ઉંચેરા; મુનિરાજની શાન્તિ-સામ્રાજ્ય કેરી, સદા સંપદા શોભતી આ ભલેરી. [ભુજંગ.]
|| ૭ ||
|| ૮ ||
ઇન્દ્રિય જય-૭ આદ્યાક્ષરો સંપાંઅતૃભઈ - સૃવિ (૮) સંસારથી ડરે જો તું, ઈચ્છે જો મુક્તિરત્નને; ઇન્દ્રિયો જીતવાને તો, ફોરવ ખૂબ યત્નને. પાંચે ઇન્દ્રિય ક્યારામાં, તૃષ્ણાપાણી વડે વધ્યા; વિકાર-વિષ વૃક્ષો આ, મૂર્છા અતીવ દઈ રહ્યા. ॥ ૨ ॥ અતૃપ્ત જે નદીઓથી, તે સમુદ્રશી ઇન્દ્રિયો;
|| ૧ ||
તૃપ્ત થશે નહિ; થા તું, આત્માથી તૃપ્ત જીવ ઓ. ॥ ૩ ॥ ભવથી ભાગતો જોઈ, જીવ વિષય-પાશથી; મોહરાજતણી દાસી, ઇન્દ્રિયો આવી બાંધતી. ઇન્દ્રિય-મૂઢ દોડે છે, માટીમાં ધન જોઈને; પાસે પડેલું ના દેખે, અમર જ્ઞાન-દ્રવ્યને. મૃગતૃષ્ણા સમા આ છે, ઇન્દ્રિયોના સુખો મુધા; મૂર્ખ તે પામવા દોડે, છોડીને જ્ઞાનની સુધા. પતંગ, શૃંગ મસ્ત્યાદિ, એક ઇન્દ્રિય દોષથી; દુર્દશા પામતા વિષે, તો શું ન થાય પાંચથી ?
૮૭
|| ૪ ||
|| ૫ ||
|| ૬ ||
|| ૭ ||
વિવેક-નાશ જે સર્જે, સમાધિ-ધન જે હરે; તે ઇન્દ્રિયે જીતાયો ના, ધીરમાં તે જ મોખરે.
|| ૮ ||
ત્યાગ-૮
:
|| ૧ ||
આદ્યાક્ષરો શુઅસ્થિસશિ - સ્વકઅને (૮) શુદ્ધોપયોગ બાપુજી, સ્વીકારું ધૃતિ માવડી; સંયમાર્થે પિતા-માતા ! રજા માંગું પગે પડી. અસ્થિર છે તમારો આ, સંગ બધેય બંધુઓ ! સ્વીકારું સ્થિર રે'નારા, ક્ષમા-શીલાદિ બંધુઓ. ।। ૨ ।। સમતા છે પ્રિયા મારી, જ્ઞાતિ છે સહુ સાધુઓ; બાહ્યવર્ગ તજી આમ, ધર્મ-સંન્યાસવાન થા. ચંદન ગંધ જેવો આ, ધર્મસંન્યાસ મેળવી; ક્ષયોપશમના ભાવો, પણ ત્યાજ્ય બને સવિ. || ૪ || શિક્ષા લઈ ગુરુ પાસે, આત્મજ્ઞાન ન જ્યાં સુધી; સ્વયંગુરુત્વ ના પામ્યા, સેવો સદ્ગુરુ ત્યાં સુધી. ॥ ૫ ॥ સ્વસ્વસ્થાન સુધી માન્ય, જ્ઞાનાચારાદિ છે અહીં; નિર્વિકલ્પ અવસ્થામાં, વિકલ્પ કે ક્રિયા નહીં. કરી યોગોતણો રોધ, યોગોય સઘળા તજે; બીજે કહ્યું ઘટે આમ, નિર્ગુણ બ્રહ્મરૂપ જે. અનંતગુણથી પૂર્ણ, રૂપ ત્યાગી જિનેન્દ્રનું; શોભે; મેઘઘટા જાતાં, રૂપ જ્યું પૂર્ણચન્દ્રનું.
|| ૬ ||
ક્રિયા-૯ આદ્યાક્ષરો : જ્ઞાક્રિઅર્પેક્ટિક - ક્ષગુવ (૮)
८८
|| ૩ ||
|| ૭ ||
|| ૮ ||