________________
વિકલ્પ-પાત્રમાં પીને, મોહના ઘોર દારૂને; તાળી પાડી ઉંચા હાથે, નાચે આત્મા ક્ષણે ક્ષણે. | ૫ | સહજ રૂપ આત્માનું, સ્ફટિક જેવું શુદ્ધ છે; ઉપાધિ-સંગ ત્યાં મૂકી, મૂઢ મુંઝાઈ જાય છે. || ૬ | મોહત્યાગ કરી યોગી, સહજ સુખ વેદતા; ખોટા સુખે ડૂબેલાને, કે'તાં આશ્ચર્યવાનું થતા. || ૭ || શ્રુતજ્ઞાનના દર્પણે આ બધાય, સદાચાર સ્થાપી બની શુદ્ધ બુદ્ધિ, નકામા પરદ્રવ્યમાં તે શું ક્યાંય, ધરે મોહ ? જેની થઈ આત્મ-શુદ્ધિ. [ભુજંગ.] || ૮ |
પ્રન્થિભેદક જો જ્ઞાન, તો શું શાસ્ત્રીય-બંધને? હણે જો આંખ અંધારું, દીવો શું કામનો તને ? // ૬ | મિથ્યાત્વશલ વિચ્છેદી, જ્ઞાનનું વજ લઈ ભમે; નિર્ભય ઇન્દ્રશા યોગી, આનંદનંદને રમે. || ૭ || સુપીયૂષ છે એ પયોધિ વિનાનું, મહાવ્યાધિનાશી દવાઓ વિનાનું, બીજાની અપેક્ષા વિનાનું પ્રભુત્વ, કહ્યું જ્ઞાનીઓએ શુભ જ્ઞાન-તત્ત. [ભુજંગ.] || ૮ ||
શમ-૬ • આધાક્ષરો : પેયોધ્યાજે - સ્વસઅહો (૮) પેલી પાર વિકલ્પોની, સ્વભાવ આશ્રયે રહે; જ્ઞાનનો જે પરિપાક, તેને ‘શમ” મુનિ કહે. બ્રહ્મતુલ્ય જુએ વિશ્વ, કર્મવૈષમ્ય ના ઇચ્છે; પોતાનેય ગણે સાથે, શમી તે મોક્ષગામી છે. યોગ ચડે મુનિ ત્યારે, કરે બાહ્ય ક્રિયા પણ; યોગારૂઢ શમે શુદ્ધ, થાય બાહ્ય ક્રિયા વિણ. ધ્યાન વર્ષે દયા કેરી, નદીના શમપૂરથી; વિકારરૂપી વૃક્ષો સૌ, ઊખડે ધરમૂળથી. જે લાભ સાધુ પામે છે, રાખીને સમતા દિલે; ન પામે તે તપશ્ચર્યા, જ્ઞાન, ધ્યાન કરે ભલે. સ્વયંભૂરમણાઝ્મોધિ, સાથે સ્પર્ધા કરે અહો ! સમતા-રસ જેનો તે, મુનિ સમાન શું કહો ?
જ્ઞાન-૫ • આધાક્ષરો : રમોશ્વાસ્વ - અમિસ () રહે અજ્ઞાની અજ્ઞાન, ભૂંડ ઊકરડે પડે; રહે સુજ્ઞાની સુજ્ઞાન, હંસ માન સરોવરે. મોક્ષ જ એટલું માત્ર, વારંવાર રટો દિલે; તે જ છે જ્ઞાન ઉત્કૃષ્ટ, વધારે ન ભણો ભલે. || ૨ | શુદ્ધાત્મ-ભાવના કેરું કારણ જ્ઞાન સાર છે; તેથી બીજું મતિ કેરી, અંધતા માત્ર ભાર છે. | ૩ // વાદો અને પ્રતિવાદો, અનિશ્ચિત કહે ઘણા; તત્ત્વ-નિર્ણય ના પામે, ઘૂમે ક્યું બેલ ઘાણીના. || ૪ || સ્વદ્રવ્ય ગુણ પર્યાયે, રમવું એજ શ્રેષ્ઠ છે; મુનિ દે આત્મસંતોષ, જાણી આ બીજું વેઠ છે. || ૫ |
/ ૩ //
|| ૪ ||
|| ૫ ||
| ૬ ||