________________
જુએ જગતના તત્ત્વો, સ્વભાવ સુખમાં મચે; રહે ન અન્યકર્તુત્વ, માત્ર સાક્ષિત ત્યાં બચે. | ૩ || મગ્નતા થઈ પરબ્રહ્મ, ગઈ પુગલની કથા;
ક્યાં હોય ધનનો ગર્વ, હોય ક્યાં સ્ત્રી-વ્યથા તથા? || ૪ || તેજોલેશ્યાની ઋદ્ધિ જે, પર્યાય વધતાં વધે; કહી ભગવતી-શાસ્ત્ર, તે આવા મુનિને ઘટે. || ૫ || સુખ જે જ્ઞાનયોગીનું, શબ્દો તે ના કહી શકે; ચંદન કે પ્રિયા-શ્લેષ, ઉપમા તેની ના ટકે. પ્રશમ શૈત્ય પોષી જે, બિંદુનીયે કથા મહા; જ્ઞાનામૃતે પૂરા ડૂબે, તેને શું સ્તવીએ અહા ? || ૭ || કૃપા વૃષ્ટિ છે દૃષ્ટિ જેની મજેની, વળી વાણી શાન્તિ સુધાયુક્ત જેની; શુભ જ્ઞાન ધ્યાને ડુબી મોહ મારે, નમું યોગી તે નિત્ય ઊઠી સવારે.
| ૮ ||
અસ્થિરતા-મહાશલ્ય, પડ્યું જો આતમામહીં; ક્રિયા-ઔષધિકેરો શો, દોષ જો લાભ દે નહીં? || ૪ || મન-વચન-કાયામાં, સ્થિરતા વ્યાપ્ત જો થઈ; યોગી સમાન દી રાતે, નગરે કે વને રહી. || ૫ || ધૈર્ય-રત્ન-દીવો જો છે, સર્યું સંકલ્પ-દીવડે; વિકલ્પ-આશ્રવોના જે, ધૂમાડે કાલીમાં કરે. | ૬ || અધૈર્ય વાયુ ઉત્પન્ન, કરીશ જો મન-આભલે; ધર્મમેઘ-સમાધિને, વિખેરી દઈશ તે પલે. સ્વભાવસ્થ ચારિત્ર છે સ્વૈર્યરૂપે, ઘટે સિદ્ધમાંયે મહર્ષિ પ્રરૂપે; કરો યત્ન તે પામવાને ઝપાટે, મુનિરાજ ! એની અહીં સિદ્ધિમાટે. [ભુજંગ] || ૮ ||
સ્થિરતા-૩ • આદ્યાક્ષરોઃ થોલોઅસ્થિઅસ્થિમ - ચૅઅસ્થસ્વ (2) થાકે શું દોડીને વત્સ ! ચિત્ત ! ચંચળતા-વશે; ખજાનો તારી પાસે છે, સ્થિરતા એ બતાવશે. || ૧ || લોક્ષ-વિક્ષોભથી જ્ઞાન-દૂધ આ બગડી જતું, અસ્થિરતા-ખટાશે આ, સમજી ધૈર્ય પામ તું. | ૨ || અસ્થિર-ચિત્તમાં વાણી-નેત્ર-આકૃતિ ઢાંકવી; કુલટા-નારીની જેમ, કલ્યાણકારી ના સવિ. || ૩ ||
મોહત્યાગ-૪ • આધાક્ષરો : મોઘુઔષવિ - સમોક્ષુ (૮) મોહનો મંત્ર “હું મારું', જગને આંધળું કરે; નકારને લગાડો જો, મોહ તો ધ્રુજતો ફરે. || ૧ || શુદ્ધાત્મદ્રવ્ય હું મારા, શુદ્ધ જ્ઞાનાદિ છે ગુણો; નાન્ય હું ન બીજા મારા, આ શસ્ત્ર મોહને હણો. / ૨ //
ઔદયિકાદિ ભાવોમાં, કદી મૂંઝાય જે નહીં; કાદવે જેમ આકાશ, પાપે લેપાય તે નહીં. || ૩ || પુદ્ગલ નાટકો જોતો, પોળે પોળે પળે પળે; સંસાર નગર રે'તો, અમૂઢ ખેદ ના ધરે. || ૪ ||
26