________________
આલોયણ - આલોચના ન આપવી.
આ સઘળી મર્યાદા સંબંધી સમસ્ત ગણ-ગચ્છના સાધુસાધ્વીની સારણા-વારણા વગેરે (૧) શ્રી વિજયસેનસૂરિ, (૨) ઉપાધ્યાયશ્રી વિમલહર્ષગણિ, (૩) ઉપાધ્યાયશ્રી શાંતિચંદ્ર ગણિ, (૪) ઉપાધ્યાયશ્રી કલ્યાણવિજય ગણિ અને (૫) ઉપાધ્યાયશ્રી સોમવિજયગણિ એમણે વિશેષે કરીને કરવી, પણ ઉપેક્ષા ન કરવી. ઇતિ.
સંવત્ ૧૬૪૬ના પોષ વદિ ૧૩ને શુક્રવારે શ્રી પાટણ નગરમાં આ સાધુ મર્યાદાપટ્ટક લખાયો છે.
૨૪. ગીતાર્થે પણ પૂર્વોક્ત મર્યાદા પાળવી અને પોતાના
સંઘાડાના સાધુ-સાધ્વીઓ પાસે પળાવવી; છતાં કોઈ
ન પાળે તો ગચ્છનાયકને જણાવવું. ૨૫. પાંત્રીશ બોલ' પાળવા અને ત્રણે ચૌમાસીને દિવસે
(સભામાં) સંભળાવવા. ૨૬. ત્રણ નગર અને તે ત્રણે નગરનાં પરાંઓમાં થઈને માસ
ત્રણ રહેવું. (તેથી અધિક ન રહેવું.) ૨૭. જે ગીતાર્થ પાટીએ બેસે (અગ્રેસર થઈને વ્યાખ્યાન
વાંચે) તેણે માસકેલ્પ આદિની મર્યાદા પળાવવી, છતાં કોઈ ન પાળે તો ગુરુ (ગચ્છનાયક)ને જણાવવું. વળી પાટીએ બીજો કોઈ ગીતાર્થ આવે ત્યારે પોતાના માસકલ્પમાં જે જે સાધુઓને જેટલા જેટલા દિવસો થયા હોય તે સર્વ નવા ગીતાર્થને લખી આપીને કહેવું કે આવી મર્યાદા તમે પળાવજો. એવી મર્યાદા પાળીપળાવી શકે તેણે જ પાટીએ બેસવું. કોઈ સાધુ માસકલ્પાદિની મર્યાદા લોપશે તો પાટીયાદાર ગીતાર્થને
ઠપકો મળશે. ૨૮. સંજોગોવશાત્ કદાચ આંધળાં સાધુ-સાધ્વીનું
વસ્ત્ર-પાત્ર મળી આવે તો તે સર્વસાધારણને માટે રાખવું; પણ કોઇ એકની નિશ્રા કે માલિકીનું કરીને
ન રાખવું. ૨૯, પચાસ વર્ષથી ઓછી ઉમ્મરના ગીતાર્થે શ્રાવિકાને ૧. આ બોલ ગુરૂ પાસેથી જાણવા.
હવે શ્રીમાનું હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, સમસ્ત સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ફરમાવે છે કે : શ્રીમાનું વિજયદાનસૂરિજીએ ફરમાવેલા સાત બોલના અર્થ સંબંધી વિષવાદ-ફ્લેશ ટાળવાને માટે એ જ સાત બોલનો અર્થ વિસ્તારથી-વિવેચનથી લખવામાં આવે છે. ૧. પરપક્ષીને' - સામા પક્ષવાળાને કોઈએ પણ કંઈ કઠણ
વચન ન કહેવું. ૨. “પરપક્ષીઓએ કરેલાં ધર્મકાર્યો સર્વથા અનુમોદવા
યોગ્ય નથી.” એમ કોઈએ ન બોલવું. કેમકે અહીં પરપક્ષી શબ્દ દિગંબરી, લોકાગચ્છવાળા, ખરતરગચ્છીય, અંચલગચ્છીય વગેરે જૈનમતના જ ભિન્ન ફિરકાવાળા સમજવા કે જેઓની સાથે તે વખતે વિરોધ વાદ-વિવાદ થયા કરતો હતો.
૧૦૧
૧૦૨