________________
૮.
૯.
૧૦. બીમારી અને વિહાર વિગેરે કારણ વિના હમેશાં
ઓછામાં ઓછું ત્રિવિહાર બીઆસણું કરવું.
૧૧. મોટા કારણ સિવાય દિવસે તથા રાત્રે પહેલી પોરિસીમાં
ઓછામાં ઓછા એક મહિનામાં છ ઉપવાસ કરવા. જે જે ગામોમાં જાય ત્યાં ત્યાં પહેલે દિવસે પારણાવાળા સાધુને વિગઇ ૨ અને બીજા સાધુઓને વિગઇ ૧ તથા બીજે દિવસે વિગઇ ૨ ઉપરાંત ન કલ્પે. અર્થાત્ એક દિવસમાં બેથી વધારે વિગઈ કોઈ પણ સાધુ-સાધ્વીઓએ લેવી નહીં.
અર્થાત્ સંથારાપોરિસી ભણાવ્યા પહેલાં સૂવું નહીં. ૧૨. હમેશાં એક દિવસમાં ત્રણ ઉપરાંત ડૂચો' ન કલ્પે; પરંતુ
આહાર આદિ વધ્યું હોય તો અથવા આહારથી ખરડાયેલ પાતરૂં વગેરે ગુરૂ આપે તો તેની જયણા. ૧૩. અટવી ઉલ્લંઘન કરવી હોય વગેરે કારણ વિના માર્ગાતીત, ક્ષેત્રાતીત અને કાલાતીત (પાણી વિના) આહાર ન કહ્યું.
૧૪. નવાં-જાનાં કુલ કપડા ૭, કાંબળી ૧, ચોલપટ્ટા ૭, સંથારિઉં ૧, ઉત્તરપટ્ટો ૧, આથી ઉપરાંતવસ્રોન રાખવા.
૧.
2.
ડૂચનો અર્થ બરાબર સમજાણો નથી. ગામઠી ભાષામાં ‘ડૂચો’ એટલે આહારનો કોળીયો, એમ સમજાય છે. - સં.
ચાલુ માર્ગ વિના લાવેલ, અઢી ગાઉ ઉપરાંત લાવેલ અને ત્રણ પહોર વ્યતીત થયેલ આહારપાણી મુનિને કહ્યું નહીં. (શ્રી હીરવિજયસૂરિજીએ અહીં પાણીની છૂટ જણાવી છે.)
ચેર
૧૫. ગીતાર્થ આહારપાણીની માંડલીમાં ન બેસે તે પહેલાં છાસ (૧), ભાત (૨), ખારૂં ડૂચું (૩) અને પાણી (૪) આ ચાર દ્રવ્ય સિવાય બીજું કાંઈ કોઈએ વાપરવું નહીં. મોટા કારણે જરૂર હોય તો ગીતાર્થને પૂછીને વાપરવું. ૧૬. આહાર-પાણીની માંડલીનો કાજો પરઠવ્યા સિવાય અને
પાતરાં ઉપર ગુચ્છા ચડાવ્યા પહેલાં જે સાધુ-સાધ્વી ઉંઘી જાય તેને ગીતાર્થે આયંબિલ કરાવવું. ૧૭. છ ઘડી સૂર્ય ચડ્યા પહેલાં-સૂર્યોદયથી છ ઘડી સુધીમાં, સ્થંડિલાદિ કારણે બહાર ન જવું. કદાચ કોઈ જાય તો ગીતાર્થે તેને આયંબિલ કરાવવું અથવા પોતાની પાસે બેસાડીને એક હજાર ગાથાનો સ્વાધ્યાય કરાવવો. ૧૮. રાતે સ્થંડિલ જવું પડે તો એક આયંબિલ કરવું. ૧૯. ચૌમાસીનો છઠ્ઠ અને સંવચ્છરીનો અઠ્ઠમ મોટા કારણ વિના મૂકવો નહીં.
૨૦. ગૃહસ્થો પાસેથી પાછા આપવાની શરતે-ઉછીના વસ્ત્ર કે કાંબળ બીલકુલ લેવાં નહીં.
૨૧. નીખારેલું (ખેળવાળું, ચમકવાળું કે રંગેલું) વસ્ત્ર હોય તો તેનો રંગ પરાવર્ત કરીને વાપરવું. અર્થાત્ પાણીમાંનાંખીને રંગ-ચમક-ભભકો ઓછો કરી નાખીને વાપરવું. ૨૨. ક્રિયા સંબંધી અનુષ્ઠાન-વિધિ કરવાનો વિશેષે કરીને ખપ કરવો. અર્થાત્ ક્રિયારૂચિ થઈને ક્રિયા કરવામાં તત્પર રહેવું.
૨૩. પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર-કાંબળ ન વાપરવું.
૧૦૦