________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282
તેઓ પિતાજીનો સ્વભાવ જાણતા હતા તેઓ ભૂલેચૂકે પણ નીચે ન આવી જાય અને પ્રસંગ બગાડી ન નાખે એટલા માટે પુત્રોએ આવી યોજના કરેલી.
લોકોનો કોલાહલ સાંભળી ઉપર રહેલા શેઠે વિચાર્યું : આ શાનો કોલાહલ છે ? નીચે જોયું તો ખ્યાલ આવ્યો : અરે આ તો મારા પુત્રોએ જ જમણવાર ગોઠવ્યો લાગે છે. પણ મને વાત પણ ન કરી ? અથવા મારા જેવા કંજૂસને વાત કરેય શું ? અરેરે મારી કંજૂસાઇના કારણે મારા પુત્રો પણ મારો વિશ્વાસ કરતા નથી.
આવી રીતે વિચારી રહેલા શેઠની નજર નીચે વહોરવા આવેલા એક મુનિ પર પડી. એમને જોઇને શેઠની ભાવનામાં એકદમ ઊછાળો આવ્યો : અરે જીવ ! તેં જિંદગીમાં કદી સુપાત્ર દાન આપ્યું નથી. આ અવસર સુંદર છે. સાધર્મિકોની સાથે આ મુનિ ભગવંતનો પણ અનુપમ લાભ ! હું જલ્દી જાઉં અને મુનિને વહોરાવું.
આમ વિચારી શેઠજી નીચે જોયા વિના જ ઊતરવા માંડ્યા... પણ નિસરણી હતી જ ક્યાં ? ધડૂમ... એક મોટા ધડાકા સાથે શેઠજી સીધા નીચે ગબડી પડ્યા. પ્રાણપંખેરું ત્યાં જ ઊડી ગયું. મૃત્યુ પામીને સંગમ ગોવાળ થયા. મરતી વખતે મુનિને દાન આપવાની ભાવના હોવાથી આ ભવમાં પણ ખીર વહોરાવવાનું મન થયું. ખીર વહોરાવી મૃત્યુ પામી મુનિદાનના પ્રભાવે શાલિભદ્ર બન્યા.
8A%A88888A YAUAAAAAAAAA
.
6
Il
#in