________________ &| & & & शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282 ‘ન' કહે છે. નમ્ર બનો. મહાનતા ઊંચા આસને બેસવાથી નથી આવતી, પણ નમ્રતાથી આવે છે. એક નમ્રતા જો તમારા જીવનમાં આવી ગઇ તો ખરેખર ગુણોનું દ્વાર ખુલી ગયું. નમ્રતા એજ મહાનતાનો માર્ગ છે, ગુણ પ્રાપ્તિનો માર્ગ છે. પણ એ માર્ગે ચાલવું સહેલું નથી. એમાં ખૂબ જ ધીરજ જોઇએ. અફર સંકલ્પ જોઇએ. ‘ફ' કહે છે. નમ્રતાનો જે માર્ગ તમે પકડ્યો છે, ત્યાંથી ફરશો નહિ. એ જ માર્ગને વળગી રહો. વારંવાર જે પોતાનો માર્ગ બદલ્યા કરે છે, તે ક્યાંય પહોંચી શકતો નથી. બરાબર વિચારીને માર્ગ નક્કી કરો. પછી મક્કમપણે પગલા ભરો. અભિમાની અને લુચ્ચા માણસોને પણ બાહ્ય દૃષ્ટિએ આગળ વધેલા જોઇ તમે તમારો નમ્રતાનો માર્ગ છોડો નહિ, ગુણાર્જનમાં કંટાળો નહિ. - “રા' કહે છે. રાત-દિવસ એ માટે (ગુણપ્રાપ્તિ માટે) મચી પડો. ગુણપ્રાપ્તિ માટે રાચી-માચીને એવા મંડી પડો કે બીજું બધું જ ભૂલાઈ જાય. જીવનમાં ધનને બહુ મહત્વ આપશો નહિ. ધનનું રક્ષણ તમારે કરવું પડે છે, જ્યારે ગુણો તો તમારું રક્ષણ કરશે. એ વાત કદી ભૂલશો નહિ કે માણસ આખરે ગુણથી જ મહાન બને છે. જો તમારામાં ગુણો હશે તો તે ફેલાયા વિના રહેવાના નથી. તમારા પ્રત્યે લોકો આકર્ષિત થયા વિના રહેવાના નથી. ફૂલમાં જયારે સુગંધ પ્રગટે છે ત્યારે ભમરાઓને બોલાવવા પડતા નથી. તળાવ જયારે પાણીથી ભરાય છે ત્યારે માછલા અને દેડકાઓને આમંત્રણ આપવું પડતું નથી. મ...ન...ફ...રા...નો આ સંદેશ યાદ રહ્યો ? “મ” મહાન બનવા માટે. ‘ન' નમ્ર બનો. ‘ફ' ફતેહનો - વિજયનો. રા' રાહ આ જ છે. આ સંદેશો ભૂલાશે નહિ ને ? - સ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ, તા. 16-10-1989 ARRARAUAYA8A82828282828282888 III