________________
श्री
शालिभद्र
महाकाव्यम्
GRERERE
- ક્ષમાપના પ્રસંગે તા. ૦૯-૦૯-૧૯૮૯
આપણું નુકશાન સૌથી વધુ કોણે કર્યું ? મુસ્લિમોએ ? અંગ્રેજોએ ? નહિ. આપણે જ આપણું નુકશાન કર્યું છે. આપણે જ જો પરસ્પર સંગઠિત હોત તો કોની તાકાત છે કે આપણા પર કોઇ વિદેશી રાજ્ય ચલાવી શકે? પણ આપણે વિભાજિત રહ્યા - અસગંઠિત રહ્યા. એનો લાભ વિદેશીઓને મળતો રહ્યો.
‘તમારો ધર્મ જુદો. અમારો ધર્મ જુદો. તમારા ભગવાન જુદા, અમારા ભગવાન જુદા. અમારા રામ ભગવાન છે. તમારા ભગવાન મહાવીર છે.’ આ પ્રમાણે આપણે ઘણા કાળ સુધી લડ્યા. હવે લડવાનું રહેવા દઇએ. સંગઠન સાધીને આપણે સૌ એક થઇએ. એક સળીમાં કોઇ તાકાત નથી, પણ એ સાથે મળે છે ત્યારે સાવરણી બને છે. એક બિંદુ સાવ નગણ્ય છે, પણ એજ બિંદુઓથી બનેલો સાગર કેટલો વિરાટ છે ? એક તાંતણાને નાનકડી બેબલી પણ તોડી શકે છે, જ્યારે અનેક તાંતણાઓથી બનેલા દોરડાથી મોટા હાથીઓ પણ બંધાઇ જાય છે. આપણે જો ટકી રહેવું હોય તો સંગઠિત થવું જ જોઇશે.
ધર્મના નામની, ભગવાનના નામની બધી લડાઇઓને હવે દેશવટો આપીએ. મહાવીર અને રામ બંને સિદ્ધ ભગવાન છે. કોઇ ફરક નથી. જુઓ, ‘મનફરા' નામ કેટલું સુંદર છે ? તેના એક છેડે ‘મ’ અને બીજે છેડે ‘રા' છે. ‘મ’ એટલે મહાવીર અને ‘રા’ એટલે રામ. વચ્ચે ‘નફ’ છે. ‘ન’ એટલે નથી. ‘ફ’ એટલે ફરક. મહાવીર કે રામમાં અપેક્ષાએ કોઇ ફરક નથી. સિદ્ધ ભગવંતની અપેક્ષાએ બંને સમાન છે. બંનેય કર્મનો ક્ષય કરી મોક્ષમાં ગયા છે.
|GRERER R
|| ૩૦ ||