SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 વાત હતી, મારા નામ પરથી જ ગામનું નામ પડવું જોઇએ. જગતનું આજ મહાન દુઃખ છે ને ? આ જગતના બધા જ માણસો મનમાં તો પોતાને જ “મહાન” માનતા હોય છે. એથી જ આ જગત આટલા બધા સંઘર્ષોથી ઘેરાઇ ગયું છે. આમ ઘણા દિવસો સુધી ચારે જણ વચ્ચે આ તકરાર ચાલ્યા કરી. આખરે એક દિવસ ત્યાં કોઇ ડાહ્યો માણસ આવી પહોંચ્યો. તેણે બધી વાત સાંભળીને કહ્યું, ‘બંધુઓ ! તમારે આ તકરાર ચાલુ રાખવી છે કે તેનો ફેંસલો લાવવો છે?' ‘તકરાર ચાલુ તો કેમ રખાય ? પણ તેનો ફેંસલો સર્વમાન્ય જોઇએ.’ ‘હા, હું સર્વમાન્ય ફેંસલો આપું છું. જેથી કોઇનેય મન-દુ:ખ નહિ રહે. સાંભળો. હું એવું નામ આપું છું. જેમાં તમારા ચારેયના નામો આવી જશે. ગામનું નામ રાખો : “મનફરા'. બોલો, આમાં ચારેયના નામોનો પહેલોપહેલો અક્ષર આવી ગયો કે નહિ ? મસ્તરામનો મ, નરભેરામનો ન, ફરતારામનો હું અને રાજારામનો રા... બની ગયું નામ મનફરા. અને ચારેય જણ આ ફેંસલો સાંભળી ખુશ-ખુશ થઇ ગયા. એમણે આ નિર્ણય સહર્ષ વધાવી લીધો. સમાધાન કરવાની આ આગવી રીત મનફરામાં સહજ રીતે વણાઇ જવી જોઇએ. માણસ છે એ ઝગડી પણ પડે. પણ ઝગડ્યા પછી સમાધાન કરી લેવું એ મોટી વાત છે. દરેક વાતને થાળે પાડતાં શીખો. પોતાનો જ કક્કો ખરો ન કરો. બીજાનું પણ સ્વમાન સચવાય એ રીતે ઊકેલ લાવો. તો જીવન ખરેખર નંદન-વન બની રહેશે. 82828282828282828282828282828282888 II,૨૬
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy