________________
श्री
शालिभद्र महाकाव्यम्
FREREAS
જિનાલયનો ઇતિહાસ
શ્રી શાંતિનાથ પ્રભુની એક હજાર વર્ષ પ્રાચીન પ્રતિમા અહીં કંથકોટથી લવાયેલી છે. ૪૦૦ વર્ષથી લગભગ મનફરામાં બિરાજમાન છે. આ પ્રતિમા પહેલા સત્રાના વાસમાં રહેલા નાના ગૃહમંદિરમાં બિરાજમાન હતી. એ જ જગ્યાએ દર્શન કરતાં જયમલ્લ (પૂ. દાદાશ્રી જીતવિજયજી)ની આંખોનો અંધાપો ટળ્યો હતો. એ જગ્યા નાની પડતાં પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મ.સા.ના ઉપદેશથી વિ.સં. ૧૯૬૪માં જરા મોટા પાયે ઘર દેરાસરનો પાયો નંખાયો. બે વર્ષમાં કાર્ય પૂરું થતાં વિ.સં. ૧૯૬૬માં પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મ.સા.ના વરદ હસ્તે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા જૂની જગ્યાએથી ઉત્થાપિત કરી અહીં પહેલે માળે પ્રતિષ્ઠિત કરવામાં આવી. નીચેનો ભાગ ઉપાશ્રય બન્યો. કાળક્રમે એ મંદિર પણ જીર્ણ થયું.
મનફરા ગામના મહાન ઉપકારી નિઃસ્પૃહ શિરોમણિ તપોમૂર્તિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની મંગળ પ્રેરણાથી વિ.સં. ૨૦૧૮માં એ મંદિર તથા ઉપાશ્રયનું વિસર્જન કરી ત્યાં જ સુંદર શિખરબદ્ધ જિનાલય નિર્માણનું કાર્ય શરૂ થયું. વિ.સં. ૨૦૨૩માં પૂ.આ.શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય મુનિરાજશ્રી કલાપૂર્ણવિજયજી મ.સા. (હાલ પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.) આદિના વરદ હસ્તે નૂતન જિનાલયમાં નીચે મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન તથા ઉપર પ્રાચીન મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. ઊંચા શિખરથી શોભતું આ રમણીય મંદિર આજે અનેક ભવાત્માઓના હૃદયમાં ભક્તિના પૂર રેલાવી રહ્યું છે. હવે એ જિનાલય સહિત આખું ગામ ભૂકંપમાં ધ્વસ્ત થયું છે. મનફરાથી દક્ષિણ દિશામાં ૧।। કિ.મી. દૂર શાન્તિનિકેતન નામનું જૈનોનું સુંદર સંકુલ બન્યું છે.
ERERERERE
॥૨૦॥