________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
મનફરા : વિજયપ્રભસૂરિજીની જન્મભૂમિ આ મનોહર ગામમાં એક મહાન વિભૂતિ તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયપ્રભસૂરિજીએ જન્મ લીધો છે. તેઓ ઓસવાળ વંશના હતા. તેમની માતાનું નામ ભાણીબાઇ અને પિતાનું નામ સવગણભાઇ હતું. “ઘોષા' (આજનું ગોસર ગોત્ર એ જ કદાચ ઘોષા હશે.) એમનું ગોત્ર હતું. વિ:. ૧૬૭૭ મહા સુ. ૧૧ના દિવસે આ મનોહર ગામમાં તેમનો જન્મ થયો હતો. વિ.સં. ૧૬૮૬માં ૯ વર્ષની ઉંમરે તપાગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિજી પાસે દીક્ષા સ્વીકારી તેઓ મુનિશ્રી વીરવિજયજી બન્યા અને આચાર્ય પદવી (વિ.સં. ૧૭૧૦, વૈ.સુ. ૧૦, ગંધાર) પછી ‘વિજયપ્રભસૂરિજી” તરીકે પ્રખ્યાત થયા. આચાર્ય પદવી વખતે ૩૪ વર્ષની અને પંન્યાસ પદવી વખતે માત્ર ૨૪ વર્ષની ઉંમર હતી. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી, મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી જેવા મહાન વિદ્વાનો સહિત બે હજાર સાધુઓના તેઓ નાયક બન્યા. તેમનો સ્વર્ગવાસ વિ.સં. ૧૩૪૯માં સૌરાષ્ટ્રના ઊના ગામમાં થયો હતો. દિગ્વિજય મહાકાવ્ય તથા વિજયપ્રભસૂરિજીની સજઝાયોમાં કચ્છ દેશના મનોહરપુરની વાત આવે છે. મનોહરપુર એ જ આજનું મનફરા. આજે પણ મનફરાની બેન ગીતોમાં ગાય છે, “આજ મારા મણગર ગામે મોતીડે મે વરસ્યા રે.” આ “મણગર' શબ્દ મનોહર શબ્દનું જ અપભ્રંશ રૂપ છે. પહેલાના ચોમાસાના બાંધણી પટ્ટકોમાં પણ મનરા-મનફરાનો ઉલ્લેખ મળે છે. આ અંગેનું સંશોધન મનફરાના રત્ન ઇતિહાસ રસિક પૂજય આચાર્યશ્રી વિજય અરવિંદસૂરિજીએ કરેલું છે. એમણે બતાવેલી હકીકતોના આધારે અહીં લખવામાં આવ્યું છે.
8A%A88888A YAUAAAAAAAAA
II૬i