________________
श्री शालिभद्र महाकाव्यम्
ERERERE
ગૌણાર્થ : મોટી ઉંમરવાળી કુમારી (અપરિણીત) સ્ત્રી કામદેવની કૃપાથી વિવાહને યોગ્ય બની. ।। ૧૫૩ || ગુણોની ગરિમાથી શોભતા શ્રી પ્રભાચંદ્ર ગણિવરે આ કાવ્ય પ્રત પર વ્યવસ્થિત રીતે પહેલી વાર લખ્યું. (આજની ભાષામાં ‘પ્રેસ કોપી લખી આપી') આ ખરેખર અંદરની ભક્તિને બહાર વ્યક્ત કરતું ઉદાહરણ છે. || ૧૫૪ ||
જ્યાં સુધી જિનેશ્વરદેવના તીર્થરૂપી ઉદયાચલ (પર્વત) ૫૨ શુભ દિવસરૂપી સુંદરીની શોભાના રક્ષણમાં અંતઃપુરના રક્ષક સમો, પાપના અંધકારનો નાશ કરનાર, વિવેકરૂપી અરુણવાળો, દાનરૂપી સૂર્ય ઊગે છે, ત્યાં સુધી મહારાજા સમા પૂજ્યશ્રી શાલિભદ્રમુનિની સવારે જગાડનારા વૈતાલિક લોકો સમા પંડિતો વડે ભોગાવલી નામના ગ્રંથ સમી આ સુવિસ્તૃત મંગળમય ત્યાગની કળાવાળી ભોગોની શ્રેણિક ગવાતી રહો.
ગૌણાર્થ : જ્યાં સુધી ઉદયાચલ પર્વત પર દિવસ-સુંદરીની શોભાનો રક્ષક, અંધકાર-નાશક, અરુણથી લાલ સૂર્ય ઊગે છે, ત્યાં સુધી સવારે જગાડનારા વૈતાલિક પુરુષો દ્વારા મહારાજાની મંગળમય કળાનું વર્ણન કરતો ‘ભોગાવલી’ ગ્રંથ ગવાતો રહો-વંચાતો રહો ! || ૧૫૫ ||
પંડિતશ્રી ધર્મકુમારે રચેલા અને પ્રદ્યુમ્ન મુનિએ શુદ્ધ કરેલા શ્રી શાલિભદ્ર કાવ્યમાં સાતમો પ્રક્રમ પૂરો થયો. || ૧૫૬ ॥
કલ્પવૃક્ષ જેવો અદ્ભુત આ દાનનો મહાન ધર્મ સમસ્ત ભવ્ય જીવોને મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ માટે બનો.
|| ૧૫૭ ||
| T2
પ્રક્રમ-૭
॥૬॥