________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERERI
ધન્યા કરતાં ખરેખર ! બીજી કોઇ સ્ત્રી ધન્ય નથી. અજાણ, ભોળી અને સ્નેહથી દૂધ વહાવતી જે બાઇએ પૂર્વ ભવના પુત્ર (હમણાના) મુનિને દહીં વહોરાવ્યું. ॥ ૮૯ ॥
ભદ્રાથી (મારાથી) વધુ બીજી કોઇ અભદ્ર સ્ત્રી નથી, જેણે પ્રખ્યાત, લોકોત્તર, સર્વોત્તમ પાત્રરૂપ પુત્રને પણ દાનનું ભાથું આપ્યું નહિ. || ૯૦ ||
અથવા હે પુત્ર ! જેની સહાયથી તને મંગળકારી સમૃદ્ધિ મળી અને મળશે તે ધન્યાને લીલાપૂર્વક દહીં વહોરીને તે પણ પુણ્યનો લાભ આપ્યો. (મારી સહાયથી તો તને કાંઇ મળ્યું નથી. પછી તું મને શાનો ધર્મલાભ આપે ?) | ૯૧ ॥
તે ધન્યાએ પહેલાં સંગમના ભવમાં સંપૂર્ણ ખીર ખવડાવેલી અને પરલોકમાં પ્રયાણ કરવાની ઇચ્છાવાળા તને હમણાં તેણે દહીં વહોરાવી મંગળ કર્યું છે. | ૯૨ ॥
તે ધન્યાના આદેશનું પાલન કરનારી, માત્ર પાડોશણ બનેલી હું કંઇ ઓળખાણથી અદ્ભુત ધર્મલાભ માગી શકું ? || ૯૩ ||
તો પણ ઓ સમતાના દરિયા ! સજ્જન અને દુર્જન પર સમાન મનોવૃત્તિવાળા ઓ શાલિભદ્ર મુનિવર ! તમે તો વાંસડાથી કોઇ છેદે કે ચંદનથી કોઇ વિલેપન કરે તે બંને પર સમાન-વૃત્તિ ધારણ કરો છો. (અથવા વાંસડો ચંદનને કાપે તો પણ ચંદન તેને સુગંધી બનાવે છે. આપ તેવા છો.) માટે મારા પર કૃપા કરો. II ૯૪॥
દીન આંખોવાળી, તુચ્છ મને તું પ્રત્યુત્તર આપ. અરે બેટા ! આ તારી માવડીને આંખથી જરા જો તો ખરો ! | ૯૫ ॥ આ પ્રમાણે વિવિધ પ્રકારે રડતી ભદ્રા પશુ અને પંખીઓથી ભરેલાં ધરતી અને આકાશને પણ રડાવતી હતી. ।। ૯૬ ॥
3|
પ્રક્રમ-૭
॥ ૬ ॥