________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
આનંદના દરિયામાં તરંગો જેવા અત્યંત ચંચળ નોકરો આમ તેમ દોડતા હતા અને ‘અહીં આવ. ત્યાં જા'... વગેરે અવાજો કરતા હતા. || ૧૬૧ ||
શાલિભદ્ર મુનિ પાસે હું તરત જઇશ. અને હૂકારના ત્રણ વર્તુળોની જેમ મુનિમંડળમાં સારભૂત તેમને ત્રણ પ્રદક્ષિણા આપીશ. || ૧૬૨ || તે મુનિને ચંદન જેવા વંદનથી કુટુંબના વિયોગરૂપી રોગથી પેદા થયેલા સંતાપને દૂર કરીશ. // ૧૬૩ // ગાલની પાળના લાલિત્યવાળા, નયનકમળથી શોભતા, ચાલતી ભૃકુટિરૂપી વેલડીવાળા, કપાળના સ્થળ (જમીન)વાળા, શાલિભદ્રના મુખરૂપી નાના સરોવરમાં. || ૧૬૪ || મારવાડની મૃગલી જેવી તરસી થયેલી મારી ધીર દૃષ્ટિ લાંબાકાળ સુધી, તૃપ્તિ થાય ત્યાં સુધી લાવણ્ય-પાણી પીશે. || ૧૬૫ / સ્વર્ગીય આહારથી ઊછરેલા પુત્રને પણ હું માનવયોગ્ય આહારપાણી માટે આમંત્રણ આપીશ. જેમ ગામડાની સ્ત્રી શહેરી માણસને આમંત્રણ આપે. || ૧૬૬ || આ પ્રમાણે મનોરથરૂપી રથોના સમૂહથી ઊડેલી ધૂળની ડમરીથી જાણે ઢંકાઇ ગયેલા નેત્રવાળી ભદ્રા માતા ઘરે આવેલા શાલિભદ્ર મુનિને જોઈ શકી નહિ. || ૧૬૭ ||
જેમ હતભાગી લોકો ધનનો ભંડાર ન જો ઇ શકે, જેમ ભ્રમમાં પડેલા, દુર્ભાગ્યથી હતાશ થયેલા અઠંગ જુગારીઓ પોતાનો દાવ ન જોઇ શકે તેમ શાલિભદ્રના ધ્યાનની ધારામાં ચડવા છતાં ભદ્ર (મંગળ) વિનાની ભદ્રા ઘરઆંગણે આવી પહોચેલા મુનિઓને પણ જોઈ શકી નહિ. || ૧૬૮ || ૧૬૯ ||
શાલિભદ્રની વિશ્વશ્રેષ્ઠ પત્નીઓ સાથે મળીને બોલી : ગૃહસ્થ પતિના બહારગામ જવાથી પેદા થયેલો વિરહ સહવો ઘણું કરીને સહેલો હોય છે. તે ૧૭૦ // પરંતુ એક ગામમાં ચાલીને સામે જવું એ તો મરણથી પણ ભયંકર છે. કારણ હવે તો અમારો એ વિરહ પતિના દર્શન થશે તો પણ નહિ જાય. // ૧૭૧ |
ARRARAUAYA8A82828282828282888
// ૪૮
||