________________
श्री
शालिभद्र
महाकाव्यम्
TEXT
જે શરીર પર ગોશીર્ષ ચંદનનું વિલેપન પણ સોના પર ગેરુના લેપ જેવું નકામું હતું, મલથી મિલન બનેલું તે જ શરીર હવે કટાયેલા લોઢા જેવું બની ગયું-એમ હું માનું છું. || ૮૧ ||
શાલિભદ્રનું શરીર કાંતલોખંડના વાસણ જેવું હતું, જ્યાં ઉપસર્ગની આગનો તાપ લાગવા છતાં સમતાનું દૂધ વિશેષે કરી વૃદ્ધિ પામતું હતું. ॥ ૮૨ ||
કલ્પવૃક્ષોના ફૂલોની પથારીઓમાં તેણે જે સુખ (ભોગવવા દ્વારા) ભેગું કરેલું તે બધું જ કઠોર ધરતી પર સૂઇને બળપૂર્વક ઢોળી નાખ્યું. || ૮૩ ||
જેની કેડ પર દરરોજ નવા-નવા આભૂષણો શોભતા હતા, તેની કેડ પર હવે જૂનું વસ્ત્ર નમ્રપણે લટકી રહ્યું હતું. || ૮૪ ||
જે પહેલા મણિના ફરસ પર પગ મૂકતા હતા તે હવે આગ જેવી ગરમ શેરીઓમાં ચાલવા લાગ્યા. ॥ ૮૫ II જેની કાયા રાજરાણીની જેમ કદી સૂર્યને જોતી ન્હોતી (તડકામાં નીકળતી ન્હોતી) તે કાયા હવે કદી છાંયો પામતી નથી... જાણે સૂર્યના રથની ધજા જોઇ લો ! (સૂર્યના રથની ધજા ૫૨ સૂર્યનો સદા પ્રકાશ હોય જ. પછી છાંયો ક્યાંથી આવે ?) || ૮૬ ||
જેને હમેશાં કલ્પવૃક્ષોના ફળોનું ભોજન આધીન હતું, તે શાલિભદ્ર મુનિ હવે બળેલા-ઝળેલા ભાત માટે ઘેર-ઘેર ભટકી રહ્યા છે. II ૮૭ II
TRERERE
FREDER
પ્રક્રમ-દ
॥ ૪૭૩ ||