________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
સંયમના સાગરમાં પુત્રરૂપી વહાણને સ્થાપી વિદાય આપી નિસ્તેજ ચહેરાવાળી વિમુખ થયેલી ભદ્રા ઘરે ગઇ. || ૬૩ //
પુત્ર વગરનું ઘર તેને ભેંકાર લાગવા માંડ્યું. જાણે કલ્પવૃક્ષ વગરનું નંદનવન ! જાણે ઇન્દ્ર વગરનો દેવલોક ! જાણે ચંદ્ર વગરનો આકાશ ! જાણે રાજા વગરનો દેશ ! // ૬૪ //
રક્ષણ અંગે શાલિભદ્રની પત્નીઓ ભદ્રાને ખૂબ જ ચિંતાનું કારણ થઇ પડી. જેમ પર કાયમાં પ્રવેશ કરનાર યોગીની કાયા ચિંતાનું કારણ થઇ પડે. (પરકાયમાં પ્રવેશ કરનાર યોગીનું મૃતક જેવું શરીર ખૂબ જ સંભાળવું પડે. જો તે મૂળ શરીર નષ્ટ થઇ જાય તો બીજા શરીરમાં રહેલા યોગીને ભારે મુસીબત થઇ જાય. યોગીના નિષ્માણ શરીરની જેમ અહીં પતિહીન પુત્રવધૂઓને પણ ખૂબ જ કાળજીપૂર્વક સંભાળવાની છે.) || ૬૫ ||
સેનાપતિ વગરનું સૈન્ય, જ્ઞાન વગરની ક્રિયા, મૂળ અને મંત્ર વગરની વિદ્યા, ભાગ્ય વગરના ગુણો, યુથાધિપતિ વિનાની હાથણીઓની જેમ શાલિભદ્ર વગરની તેની બત્રીશ ઉદાસ પત્નીઓ વિચારવા લાગી. // ૬૬ // ૬૭ /.
શાલિભદ્રની ગુણ-સુગંધ ધારવા છતાં ધર્મકળા વગરના અને મંગળ વગરના આપણે ખળાની ધરતી જેવાં જ થયાં.
ગૌણાર્થ : ચોખાની સુગંધ ધારવા છતાં અંકૂરા કે ફૂલ રહિત અને ધાન્ય રહિત અમે ખરેખર ખળાની ભૂમિ છીએ. / ૬૮ ||
82828282828282828282828282828282888
// ૪૭૦ ||