________________
श्री
शालिभद्र महाकाव्यम्
FRERERE
ગૌણાર્થ : રાજ્યમાં ખેતરોને વાદળથી પલાળી ઉત્તમ ધાન્યની સંપત્તિનું કારણ તેણે ઊભું કર્યું. ॥ ૩૭ || હવે દીક્ષાના સ્નાન માટે તે સ્નાન મંડપમાં આવ્યો. જેમ કન્યા રાશિનો સૂર્ય શરદ ઋતુના સફેદ વાદળની ઘટામાં આવે. ॥ ૩૮ ||
શીતળતા અને કાંતિ-બંનેય રીતે ચંદ્રથી પણ ચમકતા તેજવાળા ગોશીર્ષ ચંદનથી લેપાયેલો... જાણે ધર્મધ્યાન
વડે લેપાયેલો. ॥ ૪૦ । આ લોક અને પરલોકમાં જાણે કલ્યાણરૂપ સોનાથી બનેલા, તેજથી ઝળહળતા, પૃથ્વી અને સ્વર્ગના આભૂષણો વડે. ॥ ૪૧ || મૂર્તિમાન કીર્તિ જેવી સુગંધથી દિશાઓને સુવાસિત કરતી, પારિજાત, સંતાન, મંદાર વગેરે જુદા-જુદા કલ્પવૃક્ષની વિશાળ માળાઓ વડે. ॥ ૪૨ || પ્રશમ-સાગરના ફીણના ગોટા જેવા ઉજળા, સુખરૂપી લક્ષ્મીના મૂળ, અતિ સુકોમળ દિવ્યવસ્ત્રોથી અલંકૃત થયેલો (શાલિભદ્ર). ॥ ૪૩ । જિન પ્રતિમાની પૂજા કરી, પરંપરાગત કૌતુક-મંગળ કરી, દાન-સન્માનથી યાચકોને બધી રીતે સત્કારી, મધુર ભાષી અને દાનવીર (શાલિભદ્ર). ।। ૪૪ ॥ એક હજાર ને આઠ માણસો ઊપાડી શકે તેવી શિબિકાના મધ્યભાગમાં બેઠેલો, સો છડીદારોથી શોભતા છત્રથી યુક્ત. ॥ ૪૫ || જે ગૌરવથી ઉન્નત અને નમ્ર દેવો દ્વારા ચામરોથી વીંઝાઇ રહ્યો છે, જેનો સેંકડો સુંદર વાજીંત્રોના શબ્દોથી વિજયનાદ ગાજી રહ્યો છે. ।। ૪૬ || જેના ધવલ-મંગળ ગીતો દેવાંગનાઓ ગાઇ રહી છે. તથા ચળકતા ચોખાની અંજલિ નાખવામાં હોંશિયાર કુલ મહત્તરા સ્ત્રીઓથી વધાવાયેલો. ॥ ૪૭ || નાની બાળાઓએ માન્યું : આ રાજા છે. મુગ્ધ કિશોરીઓએ વિચાર્યું : આ મહેન્દ્ર છે. અતિમૂઢ પ્રૌઢ સ્ત્રીઓએ જોયું : આ કામદેવ છે-એમ બધી સ્ત્રીઓથી જુદી-જુદી રીતે કલ્પના કરાયેલો. ॥ ૪૮ ॥ શ્રી શ્રેણિક મહારાજા, ગોભદ્રદેવ
|
પ્રક્રમ-દ
॥ ૪૬૭ |