________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
વ્હાલા વિચક્ષણ પુત્ર ! ફરી હું તારું શું પ્રિય કરું ! તું તો સંસાર-નાટકના નિર્વાહની સંધિરૂપ પ્રતિજ્ઞા પૂરી કરનારો છે. (ગોભદ્ર શેઠે દીક્ષા લીધેલી ત્યારે સ્વીકારેલી સંસારની જવાબદારી શાલિભદ્રે પૂરી કરી-એ સંદર્ભમાં આ વાત છે.) || ૩૧ | ( વિશાળ બુદ્ધિવાળો શાલિભદ્ર હાથ જો ડી અવસરોચિત બોલ્યો : મારો દીક્ષા-મહોત્સવ ઊજવી ઓપ દિવ્ય સમૃદ્ધિ સફળ કરો. || ૩૦ ||
આ પ્રમાણે પિતાને પૂછી, સ્વ-ઇષ્ટ સંયમમાં શૌર્યવાનું, મોક્ષનો અભિલાષી, પવિત્ર શાલિભદ્ર કલ્યાણમયી ભક્તિવાળી પત્નીઓની અનુજ્ઞા લેવા લાગ્યો. || ૩૩ //
તમે સૌ માતાના ચરણ-કમળમાં (કમળના) તાજા પાન જેવા છો, હંમેશા પરસ્પર સંપથી પ્રેમપૂર્વક રહેજો . | ૩૪ ||
આરાધના કરાતી જિનેશ્વર દેવની આજ્ઞા જેમ સંસારથી પાર ઊતારે તેમ સેવા કરાવી મારી માં આપ સૌને ચિતાના સમૂહરૂપ સંસારથી પાર ઊતારશે. || ૩૫ //
ત્યાર બાદ તરત જ જિનાલયોમાં મોહ શત્રુરૂપ સુભટના વિજયથી મળેલી વિજયપતાકા સમો ધર્મરૂપી દિવસની સલૂણી સવાર સમો અટ્ટાઇ મહોત્સવ કર્યો. || ૩૬ //
વિવેક સામ્રાજયમાં રાજયના સાત અંગસમા ચતુર્વિધ સંઘ આદિ સાત ક્ષેત્રોને ઘણા ધનથી ભરપૂર બનાવી તેણે શિવસુંદરીનું કારણ (પુણ્ય) પેદા કર્યું.
828282828282828282828282828282828482
||
૬ ||