________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
આગમમાં સાધુને મેરુ સમાન અને શ્રાવકને સરસવ સમાન કહેલા છે. તો હે મા ! હું શ્રાવક-ધર્મના પાલનથી કૃતકૃત્ય શી રીતે થાઉં ?-સરસવ જેવો નાનો શા માટે થાઉં ? || ૬૭ //.
મારા મનની ભૂમિમાં સાત તત્ત્વરૂપી સાત ધાન્ય જે ઊગ્યાં છે તે ચારિત્ર-મંદિરની સ્થાપનાની યોગ્યતા બતાવે છે. (શિલ્પશાસ્ત્ર પ્રમાણે જયાં પ્રાસાદ બાંધવાનો હોય તે ભૂમિ પર સાત ધાન્ય વાવવાનાં હોય છે.) || ૬૮ //.
તો ઓ બા ! હવે ખોટાં કારણો ઊભાં કરી મોડું કરશો નહિ. ફૂલની માળાઓમાં ચંપાનાં ફૂલની માળાની જેમ વીરમાતા બનો. || ૬૯ //
શાલિભદ્રના તે વચનના વાવાઝોડાથી પાન વગરની વેલડીની જેમ અતિ વ્યથિત થયેલી ભદ્રા જોરદાર ચકરી ખાઇને ધરતી પર ઢળી પડી. // ૭૦ //
મારવાડની માછલી કરતાંય દીન, રોગી મુસાફર કરતાંય ક્ષીણ ભદ્રાએ મૂચ્છ જયારે દૂર થઇ ત્યારે મૌન મૂક્યું. (અર્થાત્ બોલી.) || ૭૧ //
ઓ બેટા ! લક્ષ્મીના મંડપરૂપ તારી ઉપર મારા વાત્સલ્યની પ્રૌઢ વેલડી રહેલી છે, તો મારા પર જ સંતાપના ઉપાયરૂપ તારી આ ચેષ્ટા કેમ ? || ૭૨ છે.
હે પુત્ર ! તું તો કુલરૂપી કેસરના ક્યારામાં કુંકુમના ગુચ્છા જેવો છે. સ્વ-પરનું રંજન કરનારો છે. તે વૈરાગ્ય માટે કેમ બન્યો છે ?
8A%A88888A YAUAAAAAAAA
/ ૪૪૭ |