________________
પ્રકમ-૫
પ્રક્રમ - ૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
શું શાલિભદ્રના પુણ્યના કણની શ્રેણિ કઇ રીતે ગણી શકાય ? પરંતુ આ તેના ગૌરવનો મહિમા વિચારો !
ગૌણાર્થ : શું ચોખાના પવિત્ર કણોની શ્રેણિ કોઇ રીતે ગણી શકાય ? પરંતુ આ તેના પ્રમાણનો મહિમા જુઓ. / ૧ ||
ચંદ્ર સમા રાજાનાં દર્શનથી ભરતીવાળા બનેલા શાલિભદ્રના વૈરાગ્ય-સાગરમાં દેવ અને મનુષ્ય લક્ષ્મીરૂપી ગંગા અને સિંધુ વિરસતા પામી. / ૨ //
હવે મહાવત સમા શાલિભદ્ર વડે વૈરાગ્ય રંગના સિંદુરથી શણગારાયેલો માનરૂપી ગંધ હસ્તી (ઉત્તમ હાથી) શોભવા લાગ્યો. || ૩ ||
શાલિભદ્રનું મનોમંથન :
મોહરૂપી દાનવ સામે ચડાઇ કરવા માટે વિવેકમાં બૃહસ્પતિ સરખા શાલિભદ્ર ઇન્દ્રિયોના માલિક મનરૂપી ઇન્દ્ર સાથે ચતુષ્કર્ણા (જે મંત્રણામાં માત્ર બે જ જણ હોય તે ચતુષ્કર્ણા મંત્રણા કહેવાય) મંત્રણા કરી . || ૪ || |
અહોહો ! સવારે મંગળ વાજિંત્રોનું શ્રવણ નગરના લોકોને પણ મળે છે ! કૃપા પ્રાપ્ત લોકોને પણ મીઠાઇ ખાવા મળે છે ! અશ્વશાળાના માણસોને પણ ઘોડા પર સવારી કરવા મળે છે ! ચોકીદારો અને ચકલાઓને પણ
828282828282828282828282828282828282
| ૪
|